For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bikis Bano: બિલકિસ બાનોએ કહ્યુ - 'આરોપીઓની મુક્તિથી ચેતના શૂન્ય છુ, જે ખોટુ છે એનો ફરીથી વિરોધ કરીશ અને લડીશ'

'મારા આખા પરિવાર અને મારુ જીવન નષ્ટ કરનાર લોકોને મુક્ત કરવાનો નિર્ણય સાંભળીને હું સ્તબ્ધ હતી. નિરાશા અને ભયના કારણે હું...

|
Google Oneindia Gujarati News

Bikis Bano: ગુજરાતમાં વર્ષ 2002માં કોમી રમખાણો દરમિયાન થયેલ સામૂહિક બળાત્કાર અને પરિવારના સાત સભ્યોની હત્યા મામલે 11 દોષિતોની મુક્તિને પીડિતા બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કર્યા બાદ બિલકિસ બાનોએ કહ્યુ કે જે ખોટુ છે તેનો ફરીથી વિરોધ કરવાનો છે. એક વાર ફરીથી ઉભા થવુ અને ન્યાયાલયના દરવાજે દસ્તક દેવાનો નિર્ણય મારા માટે સરળ નહોતો.

Bikis Bano

ગુરુવારે બિલકિસ બાનોએ મીડિયાને આપેલા પોતાના નિવેદનમાં કહ્યુ કે ન્યાયાલયના દરવાજે દસ્તક દેવા માટે એક ફરીથી ઉભા થવાનો નિર્ણય તેના માટે બિલકુલ સરળ નહોતો. તેણે કહ્યુ, 'મારા આખા પરિવાર અને મારુ જીવન નષ્ટ કરનાર લોકોને મુક્ત કરવાનો નિર્ણય સાંભળીને હું સ્તબ્ધ હતી. નિરાશા અને ભયના કારણે હું ચેતના શૂન્ય થઈ ગઈ. પરંતુ દેશના વિવિધ ભાગોમાંંથી મારા સમર્થનમાં ઉઠતા અવાજોએ મને ઘોર નિરાશા વચ્ચે આશા આપી છે. હું આને શબ્દોમાં નથી વર્ણવી શકતી કે આનુ મારા માટે શું મૂલ્ય છે.'

બિલકિસ બાનોએ વધુમાં કહ્યુ કે, 'જે ખોટુ છે તેનો ફરીથી વિરોધ કરવાનો છે. હું ઉભી રહીશ અને જે ખોટુ છે તેના માટે ફરીથી વિરોધ કરીશ.' તમને જણાવી દઈએ કે બિલકિસ બાનોએ પોતાની બે અલગ-અલગ અરજીઓમાં સુપ્રીમ કોર્ટમાં ઘણી વાતો જણાવી છે. બિલકિસે કોર્ટને કહ્યુ કે 15 ઓગસ્ટે ગુજરાત સરકારના દોષિતોની સમય પહેલા મુક્તિએ સમાજના અંતરાત્માને હચમચાવી દીધો છે.

નોંધનીય છે કે વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ પછી થયેલા કોમી રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની તેની નજર સામે હત્યા કરવામાં આવી હતી અને આરોપીઓએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પછી ફાટી નીકળેલા 2002ના ગુજરાત રમખાણો બાદ તે ભાગી રહી હતી ત્યારે તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. માર્યા ગયેલા પરિવારના સાત સભ્યોમાં તેમની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.

English summary
Bikis Bano: I will again protest and fight what is wrong says Bilkis Bano on SC petition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X