બિલકિસ કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારથી માંગ્યો આ જવાબ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતના બહુચર્ચીત બિલકિસ બાનો ગેંગરેપ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના જવાબ માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે ગેંગરેપ પીડિતા બિલકિસ બાનોએ તેને મળતી વળતરની રકમમાં વૃદ્ધિ સાથે આ ઘટનાના દોષી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ વિભાકીય કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે. નીચલી કોર્ટની આ અરજીને સુપ્રીમ કોર્ટે અનુમતિ આપી છે. અને સાથે જ દોષી પોલીસ કર્મીઓ વિરુદ્ધ રાજ્ય સરકાર શું પગલાં ઉઠાવી રહી છે તે અંગે ચાર સપ્તાહની અંદર જવાબ માંગ્યો છે. સાથે જ કોર્ટે જણાવ્યું છે કે આવા અધિકારીઓને પરત સેવામાં ના લેવા જોઇએ અને તેમની પર અનુશાસનાત્મક કાર્યવાહી થી જોઇએ.

Gujarat

સુપ્રિમ કોર્ટે આ મામલે દોષી અધિકારીઓની વિભાગીય તપાસ સંબંધી સ્ટેટસ રિપોર્ટ મંગાવી છે. ઉલ્લેખનીય છે કે ગોધરા ટ્રેન અગ્નિકાંડ પછી ગુજરાતમાં જે કોમી તોફાનો થયા હતા તેમાં 2002માં ગર્ભવતી બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો હતો. સાથે જ આ હિંસામાં તેના પરિવારના સાત સદસ્યોને મારી નાંખવામાં આવ્યા હતા. જે પછી બોમ્બે હાઇ કોર્ટે ચાર મેના રોજ પોતાના નિર્ણય સંભળાવતા ગેંગ રેપ કરનારા 12 દોષીઓને ઉંમરકેદની સજા સંભળાવી હતી. જ્યારે કોર્ટે પોલીસકર્મી અને ડોક્ટરો સહિત સાત લોકોને નીચલી કોર્ટના નિર્ણય રદ્દ કરી મુક્ત કર્યા હતા.

English summary
Esha Deol blessed with a baby girl. Read more here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.