For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લવ જેહાદ પરના બિલ માટે ગુજરાત વિધાનસભામાં આવતા અઠવાડિયા થશે ચર્ચા

લવ જેહાદ પરના બિલ માટે ગુજરાત વિધાનસભામાં આવતા અઠવાડિયા થશે ચર્ચા

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ 'લવ જેહાદ' વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી ચાલી રહી છે. જેના માટે વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રના અંતિમ દિવસે એટલે કે ગુરુવારે બિલ લાવવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે પ્રદેશના ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2003માં સંશોધન કરી નવો કાયદો બનશે. એટલે કે ધર્મ પરિવર્તનના અત્યારના કાયદામાં સંશોધન થશે. પછી 'લવ જેહાદ'ના નામે થતા ધર્મ પરિવર્તનના મામલાઓ પર રોક લાગી શકશે.

લવ જેહાદ અટકાવવા કાયદો બનશે

લવ જેહાદ અટકાવવા કાયદો બનશે

વિધાનસભામાં ઉપરોક્ત બિલ 'ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધાર બિલ 2021'ના નામે રજૂ કરાશે. અગાઉ રાજ્ય મંત્રિમંડળની બેઠકમાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ-2021માં સંશોધિત બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. જણાવવામાં આવ્યું કે આ 'લવ જેહાદ કાયદા' અંતર્ગત દોષીને ઓછામા ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષની સજા અને 2 લાખ રૂપિયા દંડનું પ્રાવધાન હશે. જ્યારે નાબાલિક અને દલિતના મામલામાં 4થી 7 વર્ષની સતા અને 3 લાખ રૂપિયા દંડનું પ્રાવધાન હશે.

આ નવા કાયદામાં આવાં પ્રાવધાન હશે

આ નવા કાયદામાં આવાં પ્રાવધાન હશે

નવા કાયદા વિશે જણાવવામાં આવ્યું કે પીડિત છોકરીના માતા-પિતા, ભાઈ-બહેન અથવા સંબંધી આરોપી સામે ફરિયાદ નોંધાવી શકશે. કહેવાયું છે કે હવે આરોપીની મદદ કરનારાઓ પર પણ કાર્યવાહી થશે. આ ઉપરાંત નવા કાયદામાં વધુ એક પ્રાવધાન એ હશે કે નાયબ પોલીસ અધિક્ષકથી નીચેના એકેય અધિકારીઓ આવા મામલાની તપાસ નહિ કરી શકે. એવામાં મિલીભગતની સંભાવના નહિ રહે.

હવે ગુજરાતમાં આવું કંઈ નહિ ચાલેઃ રૂપાણી

હવે ગુજરાતમાં આવું કંઈ નહિ ચાલેઃ રૂપાણી

આ કાયદાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બહુ ગંભીર છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, લવ જેહાદ વિરુદ્ધ અમારી સરકાર પણ સખ્ત કાનૂન પર વિચાર કરી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે જે કાયદો છે, તેમાં થોડાં સંશોધન કરતાં આ એક સખ્ત કાયદો લાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. મુખ્યમંત્રીએ ફેબ્રુઆરી મહિનામાં કહ્યું હતું કે, જેવી રીતે છોકરીઓને દિલાસો આપી ફસાવવામાં આવે છે, તે લાંબો સમય સુધી નહિ ચાલે. ગુજરાતમાં આવા લોકો પર સખ્ત કાર્યવાહી થશે.

ત્રીજું આવું રાજ્ય હશે ગુજરાત

ત્રીજું આવું રાજ્ય હશે ગુજરાત

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ આગલા કેટલાક દિવસોમાં લવ જેહાદ સામે કાયદો બનાવનાર રાજ્યોમાં ગુજરાત પણ સામેલ થઈ જશે જણાવી દઈએ કે લવ જેહાદ પર સૌથી પહેલાં યુપીમાં કાયદો લાવવામાં આવ્યો. ગત 27 નવેમ્બરે કાયદો લાગૂ થયાના એક મહિના બાદ બરેલીમાં ધરપકડ થઈ. જે બાદ આખા રાજ્યમાં કેસ નોંધાવા લાગ્યા. એટા, ગ્રેટર નોઈડા, સીતાપુર, શાહજહાંપુર અને આજમગઢ જેવા કેટલાય જિલ્લાઓમાં પોલીસ પ્રશાસને કાર્યવાહી કરી. જ્યારે યુપીની રાજધાની લખનઉમાં પણ આંતર ધાર્મિક વિવાહ અટકાવવા સુધીના સમાચાર આવ્યા. આ કાયદા અંતર્ગત ડિસેમ્બરના અંત સુધી ત્યાં 35 લોકોની ધરપકડ કરાઈ હતી. મામલા અદાલતોમાં પહોંચી ગયા.

દરરોજ ઝડપી વધી રહ્યાં છે કોરોનાના મામલા, આજે આવ્યા 62,258 નવા કેસ, 291 મોતદરરોજ ઝડપી વધી રહ્યાં છે કોરોનાના મામલા, આજે આવ્યા 62,258 નવા કેસ, 291 મોત

English summary
bill on Love Jihad will be debated in the Gujarat Legislative Assembly next week
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X