For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની આંખ ખુલી, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ

સરકારની આંખ ખુલી, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ

|
Google Oneindia Gujarati News

બિનસચિવાલયની પરીક્ષાને લઈ મોટા સમાચાર આવ્યા છે. કેટલાક ક્લાસની અંદર ગેરરીતિ થઈ હોવાની વાત ઉઠતાં વિદ્યાર્થીઓ દ્વારા બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે વિદ્યાર્થીઓએ તિવ્ર માંગણી કરતાં સરકારે પણ વિદ્યાર્થીઓની વાત સાંભળવી પડી. આખરે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરીને પરીક્ષા રદ્દ કરવી પડી અને છેલ્લા કેટલાય દિવસોથી કડકડતી ઠંડીમાં ગેરરીતિ સામે લડી રહેલા વિદ્યાર્થીઓની જીત થઈ છે.

બિન સચિવાલયનું પેપર થયું હતું લીક, FSL રીપોર્ટમાં પેપર લીકના પુરાવા સાચા હોવાનો ખુલાસોબિન સચિવાલયનું પેપર થયું હતું લીક, FSL રીપોર્ટમાં પેપર લીકના પુરાવા સાચા હોવાનો ખુલાસો

બિનસચિવાલયની પરીક્ષા રદ્દ

બિનસચિવાલયની પરીક્ષા રદ્દ

પરીક્ષા પૂરી પારદર્શકતાથી લેવાય તેના માટે અમે કટીબદ્ધ છીએ. આજ દિવસ સુધીની પ્રક્રિયા પૂરી કરી છે અને આગળની કાર્યવાહી પણ પૂરી કરીશું. ફરિયાદોના આધારે SITની રચના કરવામાં આવી હતી અને પૂરાવા સંદર્ભે તપાસ હાથ ધરવાની સૂચના આપી નક્કર તારણ પર આવવા કહેવામાં આવ્યું હતું. વધુમાં પ્રદિપસિંહ જાડેજાએ કહ્યં કે કોઈ વિદ્યાર્થીને અન્યાય ના થાય તે માટે માનનિય વિજય રૂપાણીએ એસઆઈટી બનાવી આ કામગીરી સોંપવામાં આવી હતી.

પેપર લીક થયાના ફૂટેજ મળી આવ્યા હતા

પેપર લીક થયાના ફૂટેજ મળી આવ્યા હતા

પેપર લીક થયાના ફૂટેજ મળી આવ્યા હતા તેને ચકાસણી કરવામાં આવી હતી. એસઆઈટીએ સંપૂર્ણ તપાસ બાદ મુખ્યમંત્રીને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. તપાસમાં 10 મોબાઈલનું પૃત્થકરણ કરવામાં આવ્યું હતું. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, ક્યાંયપણ નાની મોટી ચૂકી રહી ગઈ હોય તો આપણે ચલાવી લેવા માંગતા નથી તેવી બધાએ તપાસ દરમિયાન સૂર પુરાવ્યો હતો.

વિદ્યાર્થીઓને મહેનત રંગ લાવશે

વિદ્યાર્થીઓને મહેનત રંગ લાવશે

વધુમાં પ્રેસ કોન્ફ્રેન્સમાં પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, ખરેખર મહેનત કરતા હોય તેવા વિદ્યાર્થીઓને અન્યાય ના થાય તે માટ ગુજરાત સરકારે આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ મોબાઈલમાંથી કોપી કરતા દેખાયા અને અરસપરસ પૂછપરછ કરીને પેપર લખતા દેખાયા તે તમામ પર કોપી રાઈટનો કેસ દાખલ કરી 3 વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધિત કરી દેવામાં આવશે. આ ઉપરાંત કોપી કરનાર વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવશે.

પેપર લીક કરનારને છાવરવામાં નહિ આવે

પેપર લીક કરનારને છાવરવામાં નહિ આવે

વધુમાં પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે વધુ પારદર્શિક રીતે પરીક્ષા ક્યારે લઈ શકાય તે અંગે એસઆઈટી અમને માહિતી આપે પછી જ ફરી પરીક્ષા લેવામાં આવશે, અને જે લોકોના કારણે પેપર લીક થયાં તેમને છોડવામાં આવશે નહિ, તમામ ગુનેગારોને સજા મળશે. ગૌણ પસંદગી મંડળ પર સવાલ ઉઠતાં પ્રદિપસિંહે કહ્યું કે છેલ્લા દસકામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનના નેજા હેઠળ હજારો પરીક્ષા પારદર્શકતાથી લેવાણી છે. આ કેસમાં ગૌણ સેવા પસંદગી મંડળને રાજ્ય સરકાર મદદ કરશે.

English summary
bin sachivalaya exam cancelled by gujarat government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X