બિપોરજોયનો પાકિસ્તાનમાં પ્રવેશ, કચ્છમાં હજારો થાંભલા જમીનદોસ્ત, ગુજરાત માટે હવે સૌથી મોટો ખતરો
અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત 'બિપરજોય' અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
વાવાઝોડાના કારણે દરિયકાંઠા વિસ્તારમાં કાચા મકાનના છાપરા ઉડવા લાગ્યા હતા. પવનના કારણે ધૂળની ડમરી ઉડતા વિઝિબિલીટી પણ ઘટી ગઈ હતી. વાવાઝોડાની સંપૂર્ણ સ્થિતિને લઈ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. તો માંડવીમાં પણ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે.

ભારે પવનના કારણે વૃક્ષો ઉખડી ગયા છે, તો વીજ થાંભલા ઉખડી જવાથી ચોમેર અંધારપટ છવાયો છે. મધરાતે વાવાઝોડાની આંખ પાકિસ્તાનમાં પ્રવેશવાની શરૂ થઈ હતી. એક આંકડા મુજબ કચ્છમાં 940 ગામોમાં વીજપોલ પડ્યા, તો 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.
જો કે માનવ મૃત્યુની ઘટના હજુ સામે આવી નથી. ઘાયલ લોકોની સંખ્યા 22 છે તો પશુ મૃત્યુનો આંક 23 છે, મહત્વનું છે કે પાકિસ્તાન થઈને દક્ષિણ રાજસ્થાન તરફ ચક્રવાત આગળ વધશે.












Click it and Unblock the Notifications
