મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત બીજેપી આગેવાનો દિલ્હીના પ્રવાસે, જાણો કેમ?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હીના પ્રવાસે છે, જ્યાં તેઓ પક્ષના મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે.
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીન આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે, જે પ્રસંગે મુખ્યમંત્રી ખાસ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડશે.

દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય મથક કમલમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સંગઠનના ઉચ્ચ નેતાઓ અને અન્ય મહાનુભાવો પણ મોટી સંખ્યામાં એકત્રિત થવાના છે.
મુખ્યમંત્રીની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી પણ દિલ્હી પહોંચ્યા છે, જેઓ પક્ષના આગામી માળખાકીય ફેરફારો અંગે ચર્ચા-વિચારણામાં જોડાશે.
આવતીકાલે નીતિન નબીનની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જે ભારતીય જનતા પાર્ટીના સંગઠન માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારના સાક્ષી બન્યા બાદ આવતીકાલે પરત ગુજરાત આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
