ધ્રાંગધ્રા સીટ પર બીજેપી પાછળ, કોંગ્રેસના છત્રસીંહ ગુંજારીયા આગળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે મુશ્કેલી વધારનારા સાબિત થઈ રહ્યા છે. માંડ માંડ ટકેલી કોંગ્રેસ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી જમીનદોસ્ત થતી જોવા મળી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે મુશ્કેલી વધારનારા સાબિત થઈ રહ્યા છે. માંડ માંડ ટકેલી કોંગ્રેસ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી જમીનદોસ્ત થતી જોવા મળી રહી છે. જો કે બીજેપીની આંધી વચ્ચે કેટલીક એવી બેઠકો એવી પણ છે જ્યાં હજુ પણ કોંગ્રેસે પગ જમાવી રાખ્યો છે. આ સીટોમાં ધ્રાંગધ્રા સીટ પણ સામેલ છે.

ધ્રાંગધ્રા સીટની વાત કરીએ તો, અહીં બીજેપી કોંગ્રેસથી પાછળ ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજારિયા 3 રાઉન્ડના અંતે બીજેપીથી આગળ છે. છત્રસિંહ ગુંજારિયા અહીં 2237 મતની લીડની આગળ છે અને ટક્કર આપતા જોવા મળી રહ્યા છે. જે રીતે પરિણામ આગળ વધી રહ્યુ છે તેને જોતા બીજેપી આ સીટ ગુમાવી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, જ્ઞાતિ સમીકરણો છત્રસિંહ ગુંજારિયાના પક્ષમાં રહ્યા છે. ઠાકોર ઉમેદવાર હોવાને કારણે તેમને ઠાકોર અને ઓબીસી મત મળ્યા છે. જેના કારણે તે આગળ ચાલી રહ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ તેને મદદ કરી છે.












Click it and Unblock the Notifications
