Who is Chandubhai Shihora: સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર, જાણો કોણ છે ચંદુભાઇ શિહોરા
Who is Chandubhai Shihora: ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા છ ઉમેદવારોમાં એક 62 વર્ષીય ચંદુભાઈ શિહોરા છે, જેમનું નામ સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે પક્ષના ઉમેદવાર તરીકે જહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચંદુભાઈ શિહોરા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. તેઓ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પણ છે. હાલ મોરબી જિલ્લા પંચાયતના સભ્ય છે. ચંદુભાઇ શિહોરાએ BE સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ સાથે તેઓ એક સામાજિક કાર્યકર છે, તેઓએ ઘણા કોળી સમાજના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કર્યું છે.

ચંદુભાઈ શિહોરા સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ સાથે પણ સંકળાયેલા છે. આ સાથે પાર્ટીએ આ બેઠક પરથી વર્તમાન લોકસભા સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાને ઉતારી દીધા છે, જેઓ પણ ચુવાલિયા કોળી સમાજમાંથી આવે છે.
કોણ છે ચંદુભાઈ શિહોરા? - ગત 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે ચંદુભાઈ શિહોરા. ચંદુભાઇ શિહોરા ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે. આ વખતે ભાજપે કોળી સમાજમાંથી ઉમેદવારની પસંદ કરીને કોળી કાર્ડ ખેલ્યું છે.
સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપ દ્વારા ગત ટર્મમાં ડૉ. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી હતી, જે પણ કોળી સમુદાયના છે, ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોળી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.
ચંદુભાઈ શિહોરા હળવદ તાલુકાના કેદારીયા ગામના રહેવાસી છે. ચંદુભાઇને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને પ્રદેશ પ્રમુખનો આભાર માન્યો હતો.












Click it and Unblock the Notifications
