For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિલ્લા તાલુકા પંચાયતો અંકે કરવા ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કશ્મકશ

રાજ્યમાં નવા રોટેશન પ્રમાણે દર ત્રીસ મહિને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ કે મેયર સહિતના હોદ્દેદારોને ચૂંટવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં નવા રોટેશન પ્રમાણે દર ત્રીસ મહિને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ કે મેયર સહિતના હોદ્દેદારોને ચૂંટવામાં આવે છે. ત્યારે, વિકાસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા નવા રોટેશન પ્રમાણે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પુર્ણ થયા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરવામાં આવી છે.

ભાજપ-કૉંગ્રેસના સત્તા મેળવવાના દાવપેચ

ભાજપ-કૉંગ્રેસના સત્તા મેળવવાના દાવપેચ

જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં પોતાનો કબજો જમાવવા ભાજપ અને કૉંગ્રેસ દાવપેચ ખેલી રહ્યા છે. જિલ્લા અને તાલુકાઓમાં મુખ્યત્વે કૉંગ્રેસનો દબદબો છે ત્યારે પરોક્ષ રીતે પોતાની સત્તા મેળવવા ભાજપ પણ પ્રયાસ કરી રહ્યું છે. બંને રાજકીય પક્ષો ખરીદ ફરોખ્ત કરીને પોતાના તરફી સત્તા કરવા પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને કૉંગ્રેસ પોતાના સભ્યોને જાળવી રાખવા માટે રાજ્ય બહારના પ્રવાસે લઇ ગયા છે. તો, ક્યાંક ચૂંટાયેલા સદસ્યો ભુગર્ભમાં ઉતરી જતાં રાજકીય આગેવાનો ચિંતામાં આવી ગયા છે.

વાલોડ તા.પં.ની સત્તા કોંગ્રેસ ગુમાવશે ત્રણ સભ્યોએ ભાજપની કંઠી પહેરી

વાલોડ તા.પં.ની સત્તા કોંગ્રેસ ગુમાવશે ત્રણ સભ્યોએ ભાજપની કંઠી પહેરી

તાપી જિલ્લાની વાલોડ તાલુકા પંચાયતનાં કોંગ્રેસ શાસનથી નારાજ ત્રણ સભ્ય ભાજપનો ભગવો ખેસ ધારણ કરતા આવતી કાલે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ બહુમતી સાથે ઉમેદવારી નોંધાવશે. હવે ભાજપના ૧૦ અને કોંગ્રેસના ૬ સભ્ય થયા છે.

સુબિર તા.પં.માં ભાજપના બે સભ્યોએ બળવો કરી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી

સુબિર તા.પં.માં ભાજપના બે સભ્યોએ બળવો કરી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી

ડાંગની ત્રણ તા.પં.માં ચૂંટણી આહવા તા.પં.ના ભૂર્ગભમાં ગયેલા ભાજપના સભ્યો પાછા આવી જતાં સત્તા ટકી રહેશે વઘઈ તા.પં.માં કોંગ્રેસની બહુમતિ છે વાંસદા, ડાંગ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતમાં મંગળવારે અઢી વર્ષની મુદ્દત માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. જેમાં સુબિર તા.પ.માં ભાજપના જ બે સભ્યોએ બળવો કરી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપે સત્તા ગુમાવવી પડે તેમ જણાય છે

પારડી તાલુકા પંચાયતની સત્તા માટે ભાજપ-કોંગ્રેસના મરણિયા પ્રયાસો

પારડી તાલુકા પંચાયતની સત્તા માટે ભાજપ-કોંગ્રેસના મરણિયા પ્રયાસો

ભાજપનો એક સભ્ય ભુર્ગભમાં ઉતરી ગયો - કોંગ્રેસના સભ્યના પ્રમુખે નામંજુર કરેલા રાજીનામાનો મામલો વિકાસ કમિશ્નરની કોર્ટમાં ફરી ટાઇ થવાની પણ શક્યતા વાપી વલસાડ જીલ્લાની ૬ તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની તા.૨૦મીના રોજ યોજાનારી ચૂંટણીમાં પારડી તાલુકા પંચાયતની ચૂંટણી પર સૌની મીટ મંડાઈ છે અહીં કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા અને ભાજપ સત્તા મેળવવા મરણીયા પ્રયાસ કરી રહ્યું છે. હાલ ભાજપ પાસે ૧૧ સભ્યો છે. પરંતુ ૧ સભ્ય ભૂગર્ભમાં ઉતરી જતાં ભાજપની મુશ્કેલી વધી છે.

પરોક્ષ રીતે સત્તા પડાવવા ભાજપ સક્રિય

પરોક્ષ રીતે સત્તા પડાવવા ભાજપ સક્રિય

ભાજપને લોકોએ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પોતાને મેન્ડેટ ન આપતાં હવે પરોક્ષ રીતે ચૂંટાયેલા સભ્યોને ખરીદ વેચાણ કરીને સત્તા મેળવવાના હાથકંડા અજમાવી રહ્યા છે. ત્યારે, કૉંગ્રેસ પણ પોતાના વિચારશીલ કાર્યકરોની બાદબાકી કરીને શિસ્તબદ્ધ કાર્યકરોની અવગણના કરી તોડબાજી કરતાં કાર્યકરોને ટીકિટ આપી ચૂંટે છે. તેના કારણે, આ સદસ્યો પક્ષ સાથે છેડો ફાડી દેતાં હોય છે. ત્યારે, કૉંગ્રેસે પણ તેમાંથી બોધપાઠ લેવાની જરૂર છે.

English summary
bjp and congress both parties trying to power in jilla taluka panchayat president election in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X