સૈનિકોના નામે રાજનીતિ કરતી ભાજપ પૂર્વ સૈનિકો પર અત્યાચાર ગુજારે છેઃ કોંગ્રેસ

ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી?

ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? જય જવાન જય કિસાન ના નારાથી ચૂંટણી સમયે મોટી મોટી વાત કરનાર ભાજપની ભ્રષ્ટ સરકાર સૈનિકોના પરિવારને જે રીતે અન્યાય કરી રહી છે તે સામે આજરોજ યોજાએલ આક્રોશ રેલીમાં એક પૂર્વ સૈનિકનું નિધન થયું છે જે ઘણુ દુઃખદ છે. ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ સૈનિકોના પરિવારો સાથે મુલાકાત કરી હતી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.

congress

આક્રોશ રેલી દરમ્યાન પૂર્વ સૈનિકના નિધન અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરવા નિધન પામેલ પૂર્વ સૈનિકના દિકરાને સાંત્વના આપવા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને કોંગ્રેસના ધારાસભ્યોને મળતા પોલીસે અટકાવ્યાના આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરાયા છે. નિવૃત્ત સૈનિકો દેશ માટે ફરજ બજાવી છે તેનું નિધન પોલીસના અત્યાચાર થી થાય છે ત્યારે સરકાર કેમ અંગ્રેજોને શરમાવે તેવુ વર્તન કરે છે ?

ગાંધીનગર ખાતે પૂર્વ સૈનિકોના ચાલી રહેલી લડતમાં કોંગ્રેસ તરફથી તમામ સાથ સહકારની ખાત્રી આપવામાં આવી હતી. પૂર્વ સૈનિકોની વાત સાંભળવા સરકાર તૈયાર નથી. એટલુ જ નહીં તેમના પર લાઠીઓ વરસાવાય તે કેટલે અંશે વાજબી. સૈનિકોના નામે મત માંગી રાજનીતિ કરનાર ભાજપ સરકાર સરહદે દેશ માટે શહિદ થનાર જવાનોને શહિદનો દરજ્જો પણ આપતી નથી. આ છે ભાજપનો અસલી ચહેરો. ગુજરાતના પૂર્વ સૈનિકોને તેમના માન-સન્માન સાથે તમામ માંગો અંગે સરકાર તાત્કાલીક સંવાદ કરે, ન્યાય આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X