For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાં કુંવરજી બાવળીયા બની શકશે દિગ્ગજ નેતા ?

ભાજપમાં કુંવરજી બાવળીયા બની શકશે દિગ્ગજ નેતા ?

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં પુર્ણ થયેલ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ભારે પછડાટ સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે, હતાશ થયેલા ભાજપમાં આ પેટા ચૂંટણીના પરિણામ જીતની સાથે નવો ઉત્સાહ વધારનારા રહ્યા છે. જસદણની પેટા ચૂંટણીમાં ભારે મોટી લીડથી ભાજપે કોંગ્રેસના અવસર નાકીયા સામે વિજય મેળવ્યો છે.

ભાજપ માટે વિચારધારા સત્તા મહત્વની કે સત્તા ?

ભાજપ માટે વિચારધારા સત્તા મહત્વની કે સત્તા ?

ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને સીધા કેબિનેટ મંત્રી તરીકે ગોઠવાઇ ગયા હતા. ભાજપને કુવરજી બાવળીયાના રૂપમાં નવી પ્રદેશ નેતાગીરી પણ મળી છે તો, સાથે સાથે એક કોળી સમાજના દિગ્ગજ નેતાની ખોટ પણ પુરાઇ છે. પરંતું, કૉંગ્રેસના વર્ષોથી કાર્યકર રહેલા નેતાના વિજયને ભાજપના નેતાઓ જે રીતે ઉજવી રહ્યા છે. તે જોતાં ક્યાંકને ક્યાંક ભાજપમાં કાર્યકરો અને નેતાઓ માત્ર સત્તાના મદમાં જ રહેવા માંગતા હોય તેવું પ્રતિત થાય છે.

કોળી નેતા પરષોત્તમ સોલંકીનું કપાઇ શકે છે પત્તું !

કોળી નેતા પરષોત્તમ સોલંકીનું કપાઇ શકે છે પત્તું !

વિજય રૂપાણી અને જયેશ રાદડીયાના ગઢમાં યોજાયેલ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ ભાજપની તરફેણમાં મોટી લીડથી આવતાં આ બંને નેતા પાસ થયા છે. સ્થાનિક ગઢમાં પોતાનું પ્રભુત્વ બેસાડવામાં બંને નેતા પાસ થયા છે. તો, કુંવરજી બાવળીયા પણ પક્ષ પલટો કરીને આવ્યા હોવા છતાં તેમનો દબદબો યથાવત રાખવામાં સફળ રહ્યા છે. આગામી સમયમાં કોળી સમાજના મુખ્ય ચહેરા તરીકે ભાજપ કુંવરજી બાવળીયાને આગળ કરી શકે છે. ત્યારે, નજીકના સમયમાં હવે કોળી સમાજના ભાજપના એક આગેવાન પરષોત્તમ સોલંકીનું પત્તું કપાઇ શકે છે.

મંત્રીમંડળમાં ફેરફારના ભણકારા

મંત્રીમંડળમાં ફેરફારના ભણકારા

રાજ્યના મંત્રીમંડળમાં નજીકના સમયમાં મંત્રીમંડળમાં ફેરફારની પ્રબળ સંભાવના છે. ત્યારે, મોટા ફેરફારની શક્યતા છે. ભાજપના હતાશ કાર્યકર્તાઓને આ પેટા ચૂંટણીના કારણે આત્મવિશ્વાસ વધ્યો છે. ત્યારે, કૉંગ્રેસનો ગઢ ગણાતી જસદણ બેઠકને ભાજપે કૉંગ્રેસના આયાતી ઉમેદવાર દ્વારા પડાવી લેવામાં સફળતા મેળવી છે.

કુંવરજી બનશે ભાજપના દિગ્ગજ નેતા !

કુંવરજી બનશે ભાજપના દિગ્ગજ નેતા !

ખરેખર રીતે જોઇએ તો, કુંવરજી બાવળીયાની જીત એ કોઇ પક્ષની વિચારધારાની જિત પણ નથી. એક પક્ષમાંથી બીજા પક્ષમાં પલ્ટો કરીને સત્તા મેળવનાર વૃતિની પણ જિત નથી. ત્યારે, આ જિતને એક લોકશાહી પ્રક્રિયાના ભાગરૂપે થયેલી ચૂંટણીની હારજીતથી વિશેષ કંઇ નથી. ત્યારે, ભાજપે પણ કુંવરજીને પોતાના દિગ્ગજ નેતાની ભુલ કરવી ભારે પડી શકે તો નવાઇ નહીં.

કોંગ્રેસની પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હા જેવા હીરોની જગ્યા ખાલી છેઃ શશિ થરૂર કોંગ્રેસની પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હા જેવા હીરોની જગ્યા ખાલી છેઃ શશિ થરૂર

English summary
BJP gaves importance of power not ideology of party, what will become a bavaliya powerful leader in BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X