ગુજરાત પ્રદેશ ભાજપા પ્રભારી બન્યા ભુપેન્દ્ર યાદવ

Subscribe to Oneindia News

ભાજપએ ઈલેક્શનની તૈયારી શરુ કરી દીધી છે, ભાજપપ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું છે કે, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરીકે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવની નિયુક્તિ કરી છે, જેઓ કેન્દ્રીય ચૂંટણી પ્રબંધન વિભાગ અને લીગલ સેલના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

bhupendra yadav

ભુપેન્દ્ર યાદવ રાજસ્થાનના વતની છે અને ત્યાંથી રાજ્યસભાના સદસ્ય છે. હાલમાં સંસદની પ્રવર સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવે છે. સુપ્રિમ કોર્ટમાં એડવૉકેટ છે અને સંગઠનક્ષેત્રે બે ટર્મ રાષ્ટ્રીય મંત્રી તેમજ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાં ચૂંટણી ઈન્ચાર્જ તરીકે ચૂંટણી વ્યવસ્થા, પ્રચાર-પ્રસાર, મીડીયા, લીગલ સાથે મુખ્ય ભૂમિકામાં જવાબદારી નિભાવી હતી.

આ ઉપરાંત, ભુપેન્દ્ર યાદવ વિવિધ જવાબદારી નિભાવી હતી.

• ૨૦૧૭ - ઉત્તરપ્રદેશ ચૂંટણી - મીડીયા પ્રબંધન

• ૨૦૧૩ - રાજસ્થાન વિધાનસભા ચૂંટણી - પ્રભારી

• ૨૦૧૪ - લોકસભા ચૂંટણી - પ્રભારી

• ૨૦૧૫ - ઝારખંડ, બિહાર ચૂંટણીમાં કાર્ય

• વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૩માં રાષ્ટ્રીય મંત્રી

ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુ વાઘાણી સહિત પ્રદેશના પદાધિકારીઓએ ભુપેન્દ્ર યાદવની ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રભારી તરીકેની નિયુક્તિને આવકારી છે.

English summary
BJP Gen Secretary Bhupendra yadav will be Gujarat in charge. Read here more.
Please Wait while comments are loading...