For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સરકારના મંત્રીઓને મળ્યો જિલ્લાઓનો પ્રભાર, સુશાસન માટે લેવાયો નિર્ણય

ગુજરાતમાં ભરતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત મેળવીને સાતમી વાર સરકાર બનાવી છે. ગુજરાત સરકારના મંત્રીઓને જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ભરતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત મેળવીને સાતમી વાર સરકાર બનાવી છે. ગુજરાત સરકારના મંત્રીઓને જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન અને શાસન મિલકર સુશાસન લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી પહેલ કરી છે. આ પહેલ દ્વારા પ્રશાસન પર નજર રાખવામાં આવી રહી છે.

Bhupendra Patel

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને રાજ્યના પાટનગર ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી છે. આવી જ રીતે નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાનો હવાલો મળ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રૂષિકેશ પટેલને અમદાવાદ, ખેડા અને આણંદ, કૃષિ મંત્રી રાઘવજી પટેલને રાજકોટ અને જૂનાગઢનો હવાલો સોંપવામાં આવ્યો છે. ઉદ્યોગ MSME મંત્રી બળવંત સિંહ રાજપૂતને સાબરકાંઠા અને બનાસકાંઠાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

જે અન્ય મંત્રીઓને જિલ્લાઓની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે, તેમાં કુંવરજી બાવળિયાને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મૂળુભાઈ બેરાને જામનગર અને સુરેન્દ્રનગર, કુબેર ડીંડોરને દાહોદ અને પંચમહાલ, ભાનુ બાબરિયાને ભાવનગર અને બોટાદ, જગદીશ વિશ્વકર્માને મહેસાણા અને પાટણનો સમાવેશ થાય છે.

આ સાથે મંત્રી પુરુષોત્તમ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથ, મહિસાગર અને અરવલ્લીના બચુ ખાબડ, વલસાડ અને તાપીના મુકેશ પટેલ, મોરબી અને કચ્છના પ્રફુલ્લ પાનસેરિયા, છોટા ઉદેપુર અને નર્મદાના ભીખુસિંહ પરમાર અને ભરૂચ અને ડાંગના કુંવરજી હળપતિને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ભાજપે નોંધાવી ઐતિહાસિક જીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે 16 મંત્રીઓએ શપથ લીધા હતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156 બેઠકો જીતી છે. રાજ્યમાં સતત સાતમી વખત ભાજપની સરકાર બની છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે.

English summary
BJP government ministers got charge of districts, decision taken for good governance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X