ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ ચૂંટણી ઇન્ચાર્જની કરી નિમણૂંક
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટમી માટે ચૂંટણી ઇન્ચાર્જી તરીકે 3 નીમણૂંક કરવામાં આવી છે. જેમા ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પૂર્વ મંત્રી ગણપત વસાવા અને પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોષીને આ જવાબદારી સોપવામાં આવી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ ઉમેદવારોનો કાર્યકાળ પુર્ણ થતા ચૂંટણી પંચેચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી માટે 24 જુલાઇના રોજ મતદાન થશે. અને તે જ દિવસે પરિણાામ પણ જાહેર થશે. ગુજરાતમાં વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર ઉરાંત જુગલ લોખંડવાલા અને દિનેશ અનાવડિયાની ટર્મ 18 ઓગસ્ટે પૂર્ણ થઇ રહી છે.
ચૂંટણી માટે 6 જુલાઇએ જાહેરનામુ બહાર પડવામાં આવશે. 13 જુલાઇ સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે. 18 જુલાઇ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે.












Click it and Unblock the Notifications
