For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની આ વિધાનસભા સીટો પર બીજેપી ક્યારેય જીતી શકી નથી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને હાલ પ્રચાર ચાલી રહ્યો છે. તમામ ઉમેદવારો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને હાલ પ્રચાર ચાલી રહ્યો છે. તમામ ઉમેદવારો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ બીજેપી સત્તા બચાવવા પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સત્તા મેળવવા માટે મેદાને છે. આજે આપણે ગુજરાતની કેટલીક એવી સીટો વિશે વાત કરવાના છીએ, જેના પણ જીત મેળવવી એ બીજેપીનું સપનું છે. બીજેપી અહીં ક્યારેય જીતી શકી નથી. 6 વખત સરકારમાં રહ્યા બાદ બીજેપી અહીં જીતી નથી.

gUJARAT

1962થી લઈને અત્યારસુધીમાં 2017 સુધીમાં 13 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. પરંતુ કેટલીક સીટ પર બીજેપીની જીત એક સપના સમાન રહી છે. 1962માં ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. અહીં કોંગ્રેસે 162 વિધાનસભા બેઠકોમાંથી 113 બેઠકો જીતી હતી. બીજી તરફ સ્વતંત્ર પાર્ટીએ 26 બેઠકો, પ્રજા સમાજવાદી પાર્ટીએ 7 અને અપક્ષ ઉમેદવારોએ 17 બેઠકો જીતી હતી.

ગુજરાતની એ સીટો વિશે વાત કરીએ તો, તેમાં આણંદની બોરસદ, ભરૂચ જિલ્લાની ઝઘડિયા, તાપી જિલ્લાની વ્યારા, ખેડાની મહુધા, આણંદની આંકલાવ, અમદાવાદની દાણીલીમડા અને દાહોદ જિલ્લાની ગરબાડા બેઠકનો સમાવેશ થાય છે.

1962માં યોજાયેલી પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં બોરસદ બેઠક પરથી સ્વતંત્ર પક્ષના મગનભાઈ વંશજીભાઈ પટેલે કોંગ્રેસના રમણલાલ ધનાભાઈ પટેલને હરાવ્યા હતા. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારે ભાજપના સોલંકી નયનાબેન રમણભાઈને હરાવ્યા હતા. ઝઘડિયામાંથી પ્રથમ વખત કોંગ્રેસના વસાવા ધનુબેન દલપતભાઈએ સ્વતંત્ર પાર્ટીના અમરસંગ ગોવિંદ ભીલને હરાવ્યા હતા અને 2017માં ભારતીય ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવા જીત્યા હતા.

તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પૃથ્વીરાજ ગાંગજીભાઈ ચૌધરી પ્રથમ વખત જીત્યા હતા, જ્યારે 2017માં કોંગ્રેસના પુનાભાઈ ધેડાભાઈ ગામીતે ભાજપના ચૌધરી અરવિંદભાઈને હરાવ્યા હતા. 1972માં ખેડાની મહુધા બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસ (ઓ)ના હરમાનભાઈ એન. પટેલે કોંગ્રેસના અહેમદમીયા એમ પેજાડાને હરાવ્યા હતા. 2017ની ચૂંટણીમાં INCના ઈન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારે ભાજપના ભરતસિંહ પરમારને હરાવ્યા હતા.

English summary
ગુજરાતની આ વિધાનસભા સીટો પર બીજેપી ક્યારેય જીતી શકી નથી.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X