ચૂટણી મતગણતરીને લઇને ભાજપે કરી તૈયારી, કાર્યકર્તાને આપી તાલીમ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહજી વાઘેલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની બંન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થયેલ છે અને તા. ૮મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાવાની છે. આજે ભારતીય જનતા પા

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહજી વાઘેલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની બંન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થયેલ છે અને તા. ૮મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાવાની છે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં ચૂંટણી પંચની મત ગણતરીની ગાઇડ લાઇનની સમજણ આપવા બાબતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. મતગણતરીની પ્રક્રિયામાં ચૂંટણીપંચની ગાઇડ લાઇનનો અમલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર કટીબધ્ધ છે.

NARENDRA MODI

પ્રદિપસિંહજી વાઘેલાએ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપતાં જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર શિસ્તને વરેલો હોય છે. જે કાર્યકર ગેરશિસ્તનું આચારણ કરે છે તેની ઉપર કાર્યવાહી કરવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય સમય બગાડતી નથી. આ ચૂંટણીમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહ સાહેબની અધ્યક્ષત અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સૌથી વધુ લીડ, સૌથી વધુ વોટ શેર અને સૌથી વધુ સીટો મેળવી ભારતીય જનતા પાર્ટી તમામ રેકોર્ડ તોડવા જઇ રહી છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઇશુદાનભાઇ ગઢવીની ડિપોઝીટ બચે તો પણ ઘણું છે. તા. ૮મી ડિસેમ્બરની તૈયારી ગુજરાતની જનતા જનાર્દને કરી લીધી છે ભારતીય જનતા પાર્ટી તેમાં સહભાગી થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X