For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણીમાં BJP ના નેતાએ ભાન ગુમાવી તલવાર સાથે દોડ્યા

મહેસાણામાં મહિલાઓ દ્વારા ભાજપની રેલીનો વિરોધ થતા ભાજપના પટેલ નેતાએ તલવાર ખેંચી પટેલોનો વિરોધ કર્યો.

By Oneindia
|
Google Oneindia Gujarati News

વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર ભાજપ માટે માથાનો દુખાવો બની ગયું છે. ત્યારે મહેસાણા ના પાંચોટ ગામમાં એક ઘટના બની હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી રજનીશ પટેલ અને ભાજપના કાર્યકરો પંચોટ ગામમાં રેલી કરવા માટે ગયા પણ પટેલવાસમાં પહોંચ્યા ત્યારે મહિલાઓ એ વેલણ અને થાળી વગાડી ને વિરોધ કરી રજની પટેલ અને તેમના માણસોને ગામમાંથી બહાર નીકળી જવાનું કહીને ઘેરી વળ્યાં હતા. જેથી સ્થિતિ બગડતા રજની પટેલ ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ દરમિયાન ભાજપના આઈ ટી સેલના મેમ્બર ચંદ્રેશ પટેલ અને બીજા કાર્યકરો અચાનક ખુલ્લી તલવાર લઈને આવ્યા હતા અને મહિલાઓને જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી. ત્યારે પાસના કાર્યકરો દોડી આવ્યા હતા અને ચંદ્રેશ પટેલને ઘેરી વળીને હાથમાંથી તલવાર લઈ ને વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ સ્થાનિક લોકોએ સ્થિતિ સંભાળી ને ચંદ્રેશ ને ગામની બહાર લઈ ગયા હતા.

Mahesana

આ અંગે મહેસાણા પાસના કન્વીનર સતીશ ઠાકરે એ જણાવ્યું હતું કે ભાજપ ગુંડાગીરી પર આવી ગઈ હોવાનો આ એક દાખલો છે. અમે બેચરાજી પોલીસમાં અરજી કરી છે કે ચંદ્રેશ પટેલ અને રજની પટેલ સામે પણ ગુનો નોંધવામાં આવે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને પાસ નેતાઓ વચ્ચે અથડામણો હિંસક થઇ રહી છે. નોંધનીય છે કે અમદાવાદમાં હાર્દિક પટેલની રેલી વખતે પણ બાપુનગર ખાતે પાસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો અને હાથાફાઇ થઇ હતી.

English summary
BJP IT Cell Convenor Pulls the Sword after women protesting at Mehsana. Read more detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X