ભાજપ મહિલા મોરચાએ ચૂંટણીલક્ષી કાર્યમાં સક્રિય ભાગીદારી નોંધાવી
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આગામી વિધાનસભા 2022 ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આગામી વિધાનસભા 2022 ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે મહિલા મોરચાને સક્રિય થવા આહવાહન સાથે આગામી કાર્યક્રમોમાં વિધાનસભામાં મહિલા મોરચાએ ૫૦ ટકા મતદાનની જવાબદારી મહિલા મોરચા પર છે.

વિધાનસભામાં મહિલા મોરચા દ્વારા ભવ્ય મહિલા સંમેલનના આયોજન કરવા. આ સાથે હેલો કમલ શક્તિ અભિયાન અંતર્ગત વધુમાં વધુ મિસ કોલ કરાવી મહિલાઓને પક્ષ પાસે શું અપેક્ષા છે એ જાણવા અભિયાન રૂપે કાર્ય કરવું જોઈએ. સમાજના વિવિધ ક્ષેત્ર માં જેમકે, સામાજિક - ધાર્મિક સંસ્થાઓ, સમાજના સંગઠનો, NGO, ભજન મંડળી, દૂધ મંડળી જેવી જે સામાજિક પ્રભુત્વ ધરાવતા સ્થાનો પર બહેનોને આત્મીયતાથી મળવા પર ભાર મૂકવો. ચૂંટણીના છેલ્લા મતદાન સુધી કાર્યરત રહેવું, સરકાર દ્વારા મહિલાઓ માટે થયેલા કાર્યોને નીચે સુધી પહોંચાડવા સેતુ બનવું. આગામી વિધાનસભા ચૂંટણી માટે મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂક્યો છે. મહિલા મોરચાના કાર્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ગોરધન ઝડફીયાએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી 2022માં મહિલા મોરચાના બહેનોએ ચૂંટણીના છેલ્લા મતદાન સુધી સક્રિય રહેવું. મહિલા મોરચાની બહેનોએ મતદાતા બહેનોને માટે છત્ર રૂપ સહાયક રહેવા આહવાહન કર્યું હતું.
આપણા સૌના લોકલાડીલા, મૃદુ ભાષી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રૂબરૂ શુભેચ્છા સાથે, પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહિલા મોરચા પ્રભારી ગોરધન ઝડફિયાની વિશેષ ઉપસ્થિતિમાં, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ. દિપીકા સરડવા અધ્યક્ષતામાં કમલમ, કોબા, પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન થયું હતું.
ડૉ દિપીકાબેન સરડવાએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મોરચા પચાસ ટકા વોટની ભાગીદારી હોવાથી મહિલા મોરચાએ સક્રિય રીતે કાર્યરત થવા આહવાહન કર્યું છે.












Click it and Unblock the Notifications
