ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોના નામ અંગે મત જાણવાનું શરૂ કર્યું

સોમવારે એલિસબ્રિજ સહિતની અમદાવાદની અન્ય બેઠકો અંગેની રજૂઆતો સાંભળવામાં આવનાર છે. રવિવારે આ કામગીરી અંતર્ગત નિરીક્ષકો આઇ. કે. જાડેજા, પ્રફુરૂ પટેલ અને જયાબેન ઠક્કર સમક્ષ મણિનગર, અમરાઇવાડી, દાણીલીંમડા, ખાડિયા-જમાલપુર, દરિયાપુર અને અસારવા બેઠકો અંગે રજૂઆતો માટે મતવિસ્તારમાં વિવિધ કાર્યકરોને બોલાવાયા હતા.
નવાં સીમાંકન પ્રમાણે ઘણા મતવિસ્તારોમાં ફેરફારો થયા હોવાથી તેમજ અમદાવાદમાં સૌથી વધારે નવી બેઠકો અસ્તિત્વમાં આવી હોવાથી આ વખતની ચૂંટણી માટેના દાવેદારો પણ પોતાની ગણતરીથી જ દાવો કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
