રાહુલ બાબા પછી શાહનો વારો, ત્રણ દિવસના પ્રવાસે
ગુજરાતમાં કોંગ્રેસના યુવરાજ પછી ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ પણ ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. જેણે ગુજરાતના રાજકારણમાં ચૂંટણીનો માહોલ સર્જ્યો છે. વધુ વાંચો અહીં
ગુજરાત રાજકારણમાં હવે ખરેખરમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ જ્યાં ગુજરાતના ત્રણ દિવસની મુલાકાતે છે. આજે સવારથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતમાં ત્રણ દિવસની યાત્રા શરૂ કરવા આવી રહ્યા છે. જે જોતા એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં ચૂંટણીનો રંગ જેમ જેમ જામતો જાય છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ વધુને વધુ ગુજરાત તરફી થઇ રહ્યા છે.

ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણીના જણાવ્યા અનુશાર BJP અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના ત્રણ દિવસના સંગઠનાત્મક પ્રવાસે આવી રહ્યા છ. જેમ આવનાર ચૂંટણીમાં ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. નોંધનીય છે કે અમિત શાહે ગુજરાતની ચૂંટણી માટે 150નો ટાર્ગેટ મૂક્યો છે. વળી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓ આ વખતે ભાજપને હાંફે ચઢાવી શકે છે. ત્યારે ભાજપના ચાણક્ય તેના અમિત શાહ ગુજરાત માટે કેવી રણનીતિ તૈયાર કરે છે તે જોવું રહ્યું.












Click it and Unblock the Notifications
