• search

ભાજપના 67 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે

By Kumar Dushyant

ગાંધીનગર, 20 માર્ચ: ભાજપે બુધવારે રાત્રે પોતાના 67 લોકસભાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દિધી છે. તેમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વડોદરાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જો કે લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરના બદલે ભોપાલથી ચૂંટણી લડવા માંગે છે. ગાંધીનગરથી ઉમેદવાર બનાવવામાં આવતાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા મોડી રાત સુધી તેમને મનાવવામાં લાગ્યા છે. 'ડ્રીમ ગર્લ' હેમામાલિની મથુરા સીટ પરથી ચૂંટણી લડશે. પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી.

મળતી માહિતી મુજબ ગાંધીનગરથી ટિકીટ મળતાં લાલકૃષ્ણ અડવાણી નારાજ છે. તે ભોપાલથી ચૂંટણી લડવા ઇચ્છે છે, પરંતુ પાર્ટીએ તેમની માંગને નજરઅંદાજ કરતાં ગાંધીનગરથી ટિકીટ આપી છે.

આ દરમિયાન લાલકૃષ્ણ અડવાણીને મળવા માટે નરેન્દ્ર મોદી તેમના ઘરે પહોંચ્યા. માનવામાં આવે છે કે લાલકૃષ્ણ અડવાણીના સમર્થક હરીન પાઠકને અમદાવાદ ઇસ્ટથી ટિકીટ આપવામાં આવી શકે છે અને ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણી પણ પોતાની નારાજગી ખતમ કરી ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે તૈયાર થઇ શકે છે.

આ પહેલાં પાર્ટીની વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ અને પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીથી લાલકૃષ્ણ અડવાણીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સમાચાર એ પણ ઉમેદવારોની પ્રથમ યાદીમાં અથવા મોદી અને રાજનાથ સાથે પોતાના નામની જાહેરાત ન થતાં તેમને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ગુજરાતમાંથી ઉમેદવારોના નામ

ગુજરાતમાંથી ઉમેદવારોના નામ

ગાંધીનગર: લાલકૃષ્ણ અડવાણી

વડોદરા: નરેન્દ્ર મોદી

કચ્છ: વિનોદ ચાવડા

બનાસકાંઠા: હરિભાઇ ચૌધરી

પાટણ: લીલાધર વાધેલા

મહેસાણા: જયશ્રીબેન પટેલ

અમદાવાદ(પશ્વિમ): કિરીટભાઇ સોલંકી

સુરેન્દ્રનગર: દેવજી ફતેપરા

રાજકોટ: મોહનભાઇ કુંડારિયા

જામનગર: પુનમ માડમ

નવસારી: સી.આર. પાટિલ

દાહોદ: જસવંતસિંહ ભાભોર

અમરેલી: નારણ કાછડિયા

ભરૂચ: મનસુખ વસાવા

બારડોલી: પ્રભુ વસાવા

વલસાડ: કે.સી. પટેલ

છોટાઉદેપુર: રામસિંહ રાઠવા

સુરત: દર્શનાબહેન ઝરદોશ

પોરબંદર: વિઠ્ઠલ રાદડિયા

ભાવનગર: ભારતીબહેન શિયાળ

આણંદ: દિલીપ પટેલ

રાજસ્થાન

રાજસ્થાન

ગંગાનગર: નિહાલચંદ મેધવાલ

બિકાનેર: અર્જુન મેધવાલ

ચુરૂ: રાહુલ કાસવા

ઝુંઝનૂ: સંતો અહલાવત

સીકર: સ્વામી સુમેદાનંદ

જયપુર ગ્રામીણ: રાજ્યવર્ધન સિંહ રાઠોર

જયપુર: રામચરણ વોહરા

અલવર: મહંત ચંદનાથ

ભરતપુર: બહાદુર કોલી

દૌસા: હરીશ મીણા

ટોંક-સવાઇ મોધોપુર: સુખબેર સિંહ જૌનપુરિયા

નાગોર: સી આર ચૌધરી

જોધપુર: ગજેન્દ્ર શેખાવત

જાલોર: દેવજીત પટેલ

ઉદેપુર: અર્જુન મીણા

બાંસવાડા: મનશંકર નિનમા

ચિત્તોડગઢ: ચંદ્ર પ્રકાશ જોશી

રાજસમંદ: હરિઓમ સિંહ રાઠોર

ભીલવાડ: સુભાષ બહદિયા

કોટા: ઓમ બિડલા

ઝાલાવાડ-વારણ: દુષ્યંત સિંહ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

સંભલ: સત્યપાલ સૈની

મથુરા: હેમા માલિની

ફતેપુર સીકરી: ચૌધરી બાબૂલાલ

શાહજહાંપુર: કૃષ્ણારાજ

ધૌરાહરા: રેખા વર્મા

અકબરપુર: દેવેન્દ્ર ભોલે

જાલૌન: ભાનૂ વર્મા

હમીરપુર: પુષ્પેન્દ્ર સિંહ ચાંડેલ

અલ્હાબાદ: શ્યામચરણ ગુપ્ત

આંબેકડકર નગર: હરિઓમ પાંડે

કેસરગંજ: બ્રજભૂષણ શરણ સિંહ

ગોંડા: કીર્તિવર્ધન સિંહ

ડુમરિયાગંજ: જગદંબિકા પાલ

કુશીનગર: રાજેશ પાંડેય

ગાજીપુર: મનોજ સિંહા

ઝારખંડ

ઝારખંડ

જમશેદપુર: વિદ્યુત મહતો

અંડમાન-નિકોબાર: વિષ્ણુપદ રાય

દાદ નગર હવેલી: નાતુભાઇ ગોમનભાઇ પટેલ

દમણ-દીવ: લાલૂભાઇ બી પટેલ

બિહાર

બિહાર

ઝંઝારપુર: વીરેન્દ્ર કુમાર ચૌધરી

સુપૌલ: કામેશ્વર ચૌપાલ

બક્સર: અશ્વિની ચૌબે

કેરલ

કેરલ

મવેલિક્કરા: એડવોકેટ પી સુધીર

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

નંદુબાર: હિના ગાવિત

ભિવંડી: કપિલ પાટીલ

English summary
Bharatiya Janata Party on Thursday evening finalised 67 candidates in its fifth list for Lok Sabha elections after a meeting of party's Central Election Committee at BJP headquarters in New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more