For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંચમહાલમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં ભાજપની પ્રથમ કારોબારીની બેઠક યોજાઈ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે શહેરા નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સંયુક્ત કારોબારીની બેઠક યોજાઈ.

|
Google Oneindia Gujarati News

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે શહેરા નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સંયુક્ત કારોબારીની બેઠક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં વિવિધ ઠરાવો કરી આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી. સાથે જ વિધાનસભાની ચૂંટણીલક્ષી માટે માર્ગદર્શન આપવાની સાથે જ કોરોનાની ત્રીજી લહેરમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પ્રજાની વચ્ચે જઈ મદદરૂપ થાય તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

Recommended Video

પંચમહાલ : ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં ભાજપની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ

bjp

આ બેઠકમાં કોરોના મહામારીમાં અવસાન પામેલા લોકોને યાદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દૂધાભાઈ બારિયા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન મણિબેન રાઠોડ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી કૃપાલસિંહ પરમાર, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, શહેરા તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો તેમજ નગરપાલિકાના સભ્યો અને ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ચૌહાણે જણાવ્યુ હતુ કે શહેરા તાલુકાના પવિત્ર ચાંદલગઢ મુકામે શહેરા તાલુકા અને શહેરા નગરની કારોબારી બેઠક મળી હતી જેમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્યા છે. તેમજ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં આપણા પ્રધાનમંત્રી મોદીએ આગવી કોઠાસૂઝથી બધી તૈયારી કરી છે તેનુ પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. સંભવિત ત્રીજી લહેરમાં ભાજપનો નાનામાં નાનો કાર્યકર્તા પ્રજા વચ્ચે જઈ પ્રજાના સિવિલ હોસ્પિટલથી લઈને મેડિકલ કે અન્ય સુવિધાઓ માટે ખડેપગે રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.

English summary
BJP's first executive meeting held at Panchmahal under the chairmanship of MLA Jethabhai Bharwad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X