For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણાઃ પુરુષોત્તમ રૂપાલાની આગેવાનીમાં આજે ભાજપની જન આશીર્વાદ યાત્રા

આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની આગેવાનીમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા આજે મહેસાણામાં યોજાશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે ફાગવેલ પહોંચીને જન સભાને સંબોધિત કરીને પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત વથી આભાર વ્યક્ત કર્યો હતો. આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની આગેવાનીમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા આજે મહેસાણામાં ઉંઝા, વિસનગર, મહેસાણા અને બહુચરાજીમાં કાઢવામાં આવશે. પુરુષોત્તમ રુપાલા અને ભાજપના અન્ય નેતાઓ ઉમિયા માતાના દર્શન કરીને મહેસાણા જિલ્લામાં પરિભ્રમણ કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન ઠેર-ઠેર સ્વાગત, સામાજિક સંમેલન યોજવામાં આવશે.

bjp

ભાજપ જન આશીર્વાદના માધ્યમથી પ્રજા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે જન આશીર્વાદ યાત્રા માટે એક બગ્ગી તૈયાર કરવામાં આવી છે. યાત્રાની શરૂઆત ઉનાથી કરવામાં આવશે. ત્યારબાદ ઉંઝાથી મહેસાણા, વિરમગામ, બહુચરાજી અને માંડલ થઈને મોરબીનો રુટ નક્કી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે ભાજપ જન આશીર્વાદ દ્વારા પોતાનુ શક્તિ પ્રદર્શન કરી રહી છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂતો અને એપીએમસીનુ વર્ચસ્વ છે અને પુરુષોત્તમ રુપાલા કેન્દ્ર સરકારમાં કૃષિ મંત્રી છે જેમનો રુટ ઉત્તર ગુજરાતમાં છે. આ જન આશીર્વાદ યાત્રામાં રૂપાલા ખેડૂતોને અને સામાન્ય જનતાને મળશે અને ખેડૂતોના પ્રશ્નોને પણ સાંભળશે.

ઉલ્લેખનીય છે કે આવનારી વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ભાજપ પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યુ છે. વળી, મનસુખ માંડવિયા ભાજપની જન આશીર્વાદ યાત્રા સૌરાષ્ટ્રમાં કરવાના છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં 2022માં પાટીદારો આકર્ષવા માટે કેન્દ્રમાં પાટીદારોને આપવામાં મહત્વને સામાન્ય જનતા વચ્ચે બતાવવા માટેના એક પ્રયત્ન અહીં જન આશીર્વાદ યાત્રામાં કરવામાં આવનાર છે. આ યાત્રા દરમિયાન બંને નેતાઓ એપીએમસી, ખેડૂતો અને સંસ્થાઓને મળીને તેમના પ્રશ્નોને સાંભળશે.

English summary
BJP's Jan Ashirwad Yatra today in Mehsana led by Union Minister Purushottam Rupala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X