For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા કેબિનેટ મંત્રીઓ બે દિવસમાં શપથ લેશે : ભાજપ

ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, શપથગ્રહણ બુધવારના રોજ અથવા ગુરુવારે થશે. પ્રક્રિયા મુજબ મંત્રીઓ જ્યારે શપથ લેશે, ત્યારે તેમના નામ જાહેર કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યાના એક દિવસ બાદ ભાજપના સૂત્રોએ સંકેત આપ્યો છે કે, આગામી બે દિવસમાં મંત્રીમંડળના શપથગ્રહણ થવાની સંભાવના છે. શનિવારના રોજ વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ સોમવારના રોજ માત્ર ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

Cabinet Ministers

ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, ચર્ચા ચાલી રહી છે અને શપથગ્રહણ બુધવારના રોજ અથવા ગુરુવારે થશે. પ્રક્રિયા મુજબ મંત્રીઓ જ્યારે શપથ લેશે, ત્યારે તેમના નામ જાહેર કરવામાં આવશે.

રૂપાણીની આગેવાની હેઠળના મંત્રાલયમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને નવા મંત્રીમંડળમાં જાળવી રાખવામાં આવ્યા છે કે, કેમ તે અંગે ભાજપના વર્તુળોમાં અટકળો ચાલી રહી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ અને કૌશિક પટેલને રૂપાણી કેબિનેટમાં વરિષ્ઠ મંત્રીઓને જાળવી રાખવામાં આવે તેવી શક્યતાઓ અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, શક્ય હોય ત્યાં સુધી કેબિનેટમાં વરિષ્ઠ નેતાઓને સમાવવાના પ્રયાસો કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી જતા પહેલા સોમવારની રાત્રે ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલને મળ્યા હતા.

ભાજપના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કેબિનેટની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલને રવિવારના રોજ સર્વાનુમતે ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને સોમવારના રોજ ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની નિકટતાને આભારી છે. કોરોનાવાયરસની મહામારી દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં પદ છોડનારા ચોથા મુખ્યમંત્રી રૂપાણીએ આ વર્ષે 7 ઓગસ્ટના રોજ કાર્યાલયમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા.

ડિસેમ્બર, 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા છે, જે પાટીદાર સમાજમાંથી આવે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 182 માંથી 99 બેઠકો ભાજપે જીતી હતી. આ સાથે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.

English summary
A day after Bhupendra Patel took over as Gujarat chief minister, BJP sources have hinted that the cabinet is likely to be sworn in in the next two days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X