For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે એકનાથ શિંદે સાથે મળીને સરકાર બનાવી દેવી જોઇએ: આઠવલે

મહારાષ્ટ્રમાં શિવસેના સરકારની ક્રાઇસિસ વચ્ચે આજનો દિવસ મહત્વનો સાબિત થશે. સૂત્રો તરફથી મળતી મહિતી મુજબ શિવસેનએ પાર્ટીના બાગી ધારાસભ્યોની માન્યતા રદ્દ કરવા માટે ડેપ્યુટી સ્પીકરને કહ્યુ છે. તો બીજી તરફ એકનાથ શિંદે પોતાની પ

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં શિવસેના સરકારની ક્રાઇસિસ વચ્ચે આજનો દિવસ મહત્વનો સાબિત થશે. સૂત્રો તરફથી મળતી મહિતી મુજબ શિવસેનએ પાર્ટીના બાગી ધારાસભ્યોની માન્યતા રદ્દ કરવા માટે ડેપ્યુટી સ્પીકરને કહ્યુ છે. તો બીજી તરફ એકનાથ શિંદે પોતાની પાસે બહુત હોવાનો દાવો કરે છે. આ તમામ બાબતે વચ્ચે જોવાની વાત એ છે કે, શિંદે અને ઠાકરેની લડાઇમાં પલડુ કોનું ભારે રહે છે. આ મામલે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યુ કે, શિંદે અને ભાજપે એક સાથે મળીને સરકાર બનાવી જોઇએ તેમની પાસે બહુમત છે.

Ramdas Anthvale

રામદાસ આઠવલેએ જણાવ્યું હતુ કે આ પહલા ઝગન ભૂજબલ, નારાયણ રાણે. રાજ ઠાકરેએ પણ શિવસેના છોડી હતી. પરંતુ એકનાથ શિંદેના નેતૃત્વમાં આવડી મોટી સંખ્યમાં ધારાસભ્યોએ શિવસેના છોડી છે. મોટો જટકો શિવસેનાને આપવાનું કામ શિવસેનાએ કર્યુ છે. એટલે મારુ માનવુ છે કે, અસલી શિવસેના ઉદ્ધવ ઠાકરે નથી પણ એકનાથ શિંદે છે. ઠાકરે શિવસેનામાં ના પણ હોય તો શુ થયુ બાલ ઠાકરે આટલા લોકોને બનાવ્યા છે. જેમા એકનાથ શિંદેનો પણ સમાવેશ થાય છે. વધુ લોકો એકનાથ શિંદે સાથે જ રહેશે. એટલે મને લાગે છે કે, અસલી શિવસેના એકનાથ શિંદેની છે.

આઠવલે જણાવ્યુ હતુ કે, બહુમતીન વાત કરવામાં આવે તો એકનાથ શિંદે ભાજપ સાથે આવી જાય તો સરકાર બની શકે છે. મહાવિકાસ અઘાડીની સરકાર અલ્પમતમાં છે. મારી ભાજપને સલાહ છે કે, જલ્દી એકનાથ શિંદે સાથે વાત કરે તો સારુ છે. બનેને સાથે મળીને નવી સરકારની રચના કરવી જોઇએ. આ સરકારમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા જોઇએ અને એકનાથ શિંદને નાયબ મુખ્યમંત્રી.

English summary
BJP should form a government together with Eknath Sinde: Athavale
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X