For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત પહોંચેલી સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર કર્યા વાક પ્રહાર

સ્મૃતિ ઇરાનીને સુરતમાં ભાજપની ગૌરવ યાત્રામાં હાજરી આપવા આવી પહોંચી હતી. અહીં તેમણે રાહુલ ગાંધી પર એક પછી એક ચોટદાર ટિપ્પણી કરી હતી. વધુ વાંચો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ગૌરવ યાત્રામાં ભાગ લેવા માટે આજે સુરત આવી પહોંચ્યા હતા. અહીં તેમણે આવતાની સાથે જ રાહુલ ગાંધી પર એક પછી એક વાક પ્રહાર કર્યા હતા. નોંધનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાલ મધ્ય ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર છે. ત્યારે સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા કહ્યું કે જે રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર 50 વર્ષોમાં અમેઠીનો વિકાસ નથી કરી શક્યા તે ગુજરાતના વિકાસની કયા મોઢે વાત કરતા હશે. તેમણે કહ્યું કે તમારે હકીકત જોવી હોય તો તેમના મત વિસ્તારમાં જાવ. અને જુઓ કે વિકાસ કરવાની તેમની કેટલી ક્ષમતા છે. તેમણે રાહુલમાં લોકસભા વિસ્તાર પર ટિપ્પણી કરતા કહ્યું કે અહીં એક કલેક્ટરની ઓફિસ પણ નથી અને રાહુલ અહીં ગુજરાતના લોકોને વિકાસના સપના બતાવે છે.

Smriti irani

નોંધનીય છે કે હાલમાં જ સ્મૃતિ ઇરાનીએ અમેઠીની મુલાકાત લીધી હતી. અને આ પહેલા પણ તે રાહુલ ગાંધીના મુદ્દા પર ટિપ્પણી કરતી આવી છે. ત્યારે ગુજરાતમાં સુરતમાં ગૌરવ યાત્રા દરમિયાન સ્મૃતિ ઇરાની રાહુલના સવાલનો ગુજરાતમાં જ જવાબ આપે તેવું લાગી રહ્યું છે. વધુમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઇરાની સમેત એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ આવી રહ્યા છે જે બતાવે છે કે ગુજરાતમાં આ વખતે ભાજપને જીતવું કેટલું મુશ્કેલ છે. અને માટે જ તે તેના તમામ મોટા નેતાઓને અહીં પ્રચારમાં ઝંપલાવી રહી છે. જેથી કરીને કોઇ પણ રીતની કચાશ બાકી ના રહે.

English summary
BJP Smriti irani is in Surat where she backfire on Rahul Gandhi. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X