• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદીના પડખે ભાજપ, વણજારાને ગણાવ્યા હતાશ

By Kumar Dushyant
|

અમદાવાદ, 4 સપ્ટેમ્બર: બનાવટી એન્કાઉન્ટરોના કેસમાં સસ્પેંડ થયેલા અને જેલમાં સજા ભોગવી રહેલા વિવાદાસ્પદ આઇપીએસ અધિકારી ડીજી વણજારાએ પોલીસ સેવામાંથી રાજીનામું આપી દિધું છે તથા નરેન્દ્ર મોદી સરકાર પર 'પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદ' સામે લડનાર પોલીસ અધિકારીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.

ડીજી વણજારાએ નરેન્દ્ર મોદી અને તેમના સિપાહી અમિત શાહ વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરતાં રાજીનામું આપી દિધું છે. ડીજી વણજારાના રાજીનામાના એક દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પુરી એકતા સાથે નરેન્દ્ર સાથે ઉભી રહી ગઇ છે. તો બીજી તરફ ભાજપએ ડીજી વણજારાને હતાશ અને નિરાશ ગણાવ્યા છે.

ગુજરાત ભાજપના પ્રવક્તા જય નારાયણ વ્યાસે બુધવારે કહ્યું હતું કે ડીજી વણજારાના રાજીનામાનો કોઇ મતલબ નથી અને તે પહેલાંથી સસ્પેંડ છે. જય નારાયણ વ્યાસે પણ કહ્યું હતું કે ડીજી વણજારાનું આ પગલું આક્રોશ અને હતાશાથી ભરેલું છે. જેના કારણે ડીજી વણજારાએ આ પ્રકારના આરોપ લગાવ્યા છે.

ડીજી વણજારાએ નરેન્દ્ર મોદી પર તે દિવસે આરોપ લગાવ્યા છે કે જ્યારે કોંગ્રેસે એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યા નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી કરી, જેમાં આવાતનો દાવો કરવામાં આવ્યો છે કે તુલસી પ્રજાપતિ કેસમાં અમિત શાહને બચાવવા માટે વરિષ્ઠ ભાજપના નેતાઓની યોજનાઓનો ખુલાસો કરવામાં આવ્યો છે. જો કે ડીજી વણજારાએ અત્યાર સુધી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં બનાવટી એન્કાઉન્ટરોના આરોપોને નકારી કાઢ્યા છે.

નરેન્દ્ર મોદીના અંગત છે ડીજી વણજારા

નરેન્દ્ર મોદીના અંગત છે ડીજી વણજારા

અત્રે ઉલ્લેખનીય છે કે ડીજી વણજારા 1987ની બેંચના આઇપીએસ અધિકારી છે અને નરેન્દ્ર મોદીના અંગત માણસોમાંના એક માનવામાં આવે છે. તેમને પોતાના રાજીનામામાં કહ્યું હતું કે બનાવટી એન્કાઉન્ટરોમાં સામેલ પોલીસ અધિકારીઓને સરકારની 'સમજી વિચારેલી નિતિ'નું અમલીકરણ કર્યું અને એવામાં તેમનું (સરકાર) સ્થાન 'નવી મુંબઇ સ્થિત તાલોજા સેન્ટ્રલ જેલ' અથવા 'અમદાવાદ સ્થિત સાબરમતી જેલ'માં હોવું જોઇએ.

32 અધિકારીઓને દગો

32 અધિકારીઓને દગો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ડીજી વણજારાએ 10 પાનાનું રાજીનામું રાજ્ય સરકાર, ખાસ કરીને પૂર્વ ગૃહ રાજ્ય રિપીટ રાજ્ય મંત્રી અમિત શાહ પર તેમને અને 32 અધિકારીઓને દગો આપવાનો આરોપ લગાવ્યો છે. તેમને પોતાના રાજીનામું રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવને મોકલી દિધું છે.

દિલ્હીની દોડમાં અધિકારીઓને ભૂલી ગયા

દિલ્હીની દોડમાં અધિકારીઓને ભૂલી ગયા

ડીજી વણજારાએ ખુલ્લા પત્રમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદીને તે ભગવાનની જેમ માનતા હતા, પરંતુ દિલ્હીની દોડમાં તે જેલમાં બંધ પોતાના અધિકારીઓને ભૂલી ગયા જે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે લડ્યા. ડીજી વણજારાએ એક સપ્ટેમ્બરના રોજ સાબરમતી જેલમાંથી ગૃહ વિભાગના વધારાના મુખ્ય સચિવને મોકલેલા પોતાના રાજીનામામાં કહ્યું હતું કે સરકારના નાક નીચેથી સીઆઇડી ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને બચાવવા તો દૂર નરેન્દ્ર મોદી અને અમિત શાહે અમારી ખબર સુદ્ધાં પણ લીધા નથી.

અધિકારીઓનો સ્વાર્થ ખાતર ઉપયોગ

અધિકારીઓનો સ્વાર્થ ખાતર ઉપયોગ

ડીજી વણજરાએ પોતાના પત્રમાં પોતાનું દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ એન્કાઉન્ટરનો રાજકીય ફાયદો ઉઠાવ્યો. નરેન્દ્ર મોદી સંપૂર્ણ રીતે અમિત શાહના પ્રભાવમાં છે. અમિત શાહે અધિકારીઓનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો. તેમની નિતિ ભાગલા પાડો અને રાજ કરો એવી રહી છે. ગૃહ વિભાગે આવો પત્ર મળ્યાનો ઇન્કાર કરી દિધો છે.

છ વર્ષથી જેલમાં બંધ

છ વર્ષથી જેલમાં બંધ

ડીજી વણજારા એક સમય ગુજરાતના સુપરકૉપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માનીતા ઓફિસર હતા. તેમના પર ગેંગસ્ટર સોહરાબુદ્દીનનું બનાવટી એન્કાઉન્ટરમાં હત્યા, તેમની પત્ની કૌસરબીની હત્યા, તુલસીરામ પ્રજાપતિ, ઇશરત જહાં અને સાદિક જમાલ એન્કાઉન્ટર સહિત લગભગ એક ડજનથી વધુ આપરાધિક ગુના દાખલ છે. સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસમાં તે છ વર્ષથી જેલમાં બંધ છે.

English summary
A day after top Gujarat IPS officer DG Vanzara quit from his position and accused the state government of having failed to protect the interest of policemen jailed for encounter deaths, the BJP continued to back Chief Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more