For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની છાત્ર ચૂંટણીમાં ABVP બધી સીટો પર હારી

ગુજરાતની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં છાત્ર સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના છાત્રસંઘ એકંમ એબીવીપીને મોટો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં છાત્ર સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના છાત્રસંઘ એકંમ એબીવીપીને મોટો ઝટકો લાગ્યો છે. અહીં થયેલી ચૂંટણીમાં એબીવીપીને બધી પાંચ સીટો પર હારનો સામો કરવો પડ્યો છે. છાત્રસંઘ ચૂંટણીમાં લેફ્ટ સંગઠન અને એનએસયુઆઈએ જીત મેળવી છે. અહીં લેફ્ટ તેમજ એનએસયુઆઈએ ચાર સીટો પર જીત મેળવી છે જ્યારે એક સીટ પર અપક્ષ છાત્રએ જીત મેળવી છે. આ બધી પાંચ સીટો પર એબીવીપી ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે અહીં બધી પાંચ સીટો પર ચૂંટણી શુક્રવારે થઈ હતી.

ABVP

એબીવીપીનો આરોપ

બિરસા આંબેડકર ફૂલે સ્ટુડન્ટ્સ એસોસિએશન, સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયા અને ધ લેફ્ટ ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ફેડરેશને એક-એક સીટ પર જીત મેળવી છે જ્યારે એનએસયુઆઈએ એક સીટ પર જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે એનએસયુઆઈ કોંગ્રેસની છાત્ર વિંગ છે. યુનિવર્સિટીના 11માંથી પાંચમાં સ્કૂલ ચૂંટણી કરાવવા ગયા હતા, જેમાં સ્કૂલ ઑફ લેંગ્વેજીઝ, ઈન્ટરનેશનલ રિલેશન્સ, લાયબ્રેરી સાયન્સ, એનવાયરમેન્ટલ અને સોશિયલ સાયન્સમાં આ ચૂંટણી કરાવવામાં આવી હતી. વળી, ચૂંટણીમાં મળેલી હાર બાદ એબીવીપીએ નિવેદન જારી કરીને આરોપ લગાવ્યો છે કે વિશ્વવિદ્યાલયોએ પોતાના જ નિયમુ ઉલ્લંઘન કર્યુ છે, વિશ્વવિદ્યાલયે લેફ્ટ સંગઠનોને ચૂંટણી જીતવામાં મદદ કરી છે.

વિશ્વવિદ્યાલયે લેફ્ટની મદદ કરી

એબીવીપી તરફથી કહેવામાં આવ્યુ છે કે નિયમ અનુસાર વિશ્વવિદ્યાલયને વોટિંગ દરમિયાન 22 ફેબ્રુઆરીના રોજ કક્ષાઓ કેમ બંધ કરવી જોઈતી હતી. પરંતુ આવુ કરવામાં આવ્યુ નહિ. વિશ્વવિદ્યાલયની લેબ ખુલ્લી હતી અને અન્ય કામ પણ વિશ્વવિદ્યાલયમાં ચાલી રહ્યા હતા. જેના કરાણે છાત્ર વોટિંગમાંભાગ લઈ શક્યા નહિ. વધુ એક નિવેદનમાં એબીવીપીના સભ્ય હિમાલય સિંહ ઝાલાએ કહ્યુ કે એબીવીપીએ પહેલા જ બધી પાંચ સીટો પર જીત મેળવી હતી. તેમણે કહ્યુ કે ગુજરાતના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં લેફ્ટના ગેરકાયદાકીય હસ્તક્ષેપ છતાં એબીવીસીએ સ્ટુડન્ટ કાઉન્સિલમાં પાંચ સીટો પર જીત મેળવી છે. ઝાલાએ કહ્યુ કે લેફ્ટ અને કોંગ્રેસના સંગઠનોએ એક સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ માત્ર છ સીટો પર જ ઉમેદવાર ઉભા કરી શક્યા. જ્યારે એબીવીપીએ 10 સીટો પર ઉમેદવાર ઉભા કર્યા અને પાંચ પર જીત મેળવી.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસના દોષિતોની ફાંસીમાં વિલંબ પર બ્રિટિશ મહિલાનુ આવ્યુ નિવેદનઆ પણ વાંચોઃ નિર્ભયા કેસના દોષિતોની ફાંસીમાં વિલંબ પર બ્રિટિશ મહિલાનુ આવ્યુ નિવેદન

English summary
BJP student union ABVP lost all 5 seats in Gujarat Central university student election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X