ભાજપનું વન ડે વન ડિસ્ટ્રીક્ટ મિશન એટલે ગ્રામ્ય વિસ્તાર પર ફોકસ

ગ્રામીણ મતદારોને રીઝવવા માટે ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ભાજપ દ્વારા 2022ના મિશનને પાર પાડવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા 182 બેઠક એટલેકે તમામ બેઠક જિતવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેને પાર પાડવા ભાજપનું સંગઠન તનતોડ મહેનત કરી રહ્યુ છે. હાલમાં ભાજપ દ્વારા વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ એક જિલ્લામાં એક દિવસ આપીને મતદારો સાથે સીધો સંપર્ક કરી રહ્યા છે.

gujarat election

ભાજપે ગ્રામ્ય વિસ્તાર પર કર્યુ ફોકસ

ભાજપ માટે શહેરી વિસ્તારો પોતાનો ગઢ ગણાય છે. પરંતું, ગ્રામ્ય વિસ્તારના મતદારો ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ તરફી ઝોક ધરાવતાં હોય છે. ખાસ કરીને, કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારમાં વધુ સફળતા મળે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શહેરી વિસ્તારની બેઠકોના કારણે સત્તામાં વાપસી કરવાની તક મળી હતી. ત્યારે, આ વખતે શહેરી વિસ્તારમાં થતી ખોટ પુરી કરવા ભાજપે ગ્રામ્ય વિસ્તાર તરફ વધુ ફોક્સ કર્યુ છે.

આદિવાસી મત બેંક પર ભાજપની નજર

ભાજપે ખાસ કરીને પોતાની પરંપરાગત વોટ બેંકની સાથે સાથે આદિવાસી પટ્ટાની વોટ બેંક પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આદિવાસી મતદારોને લોભાવવાના પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના કારણે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દક્ષિણ ગુજરાત તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. તાજેતરમાં વડોદરા જિલ્લામાં વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજ્યા બાદ આજે નર્મદા જિલ્લાના પ્રવાસે છે.

ભાજપનો વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ

ભાજપ પોતાના લક્ષ્યાંક પર પહોચવા માટે ગ્રામ્ય વિસ્તારના મતદારો મહત્વપુર્ણ મનાય છે. આ વખતે ભાજપની મજબુત વોટ બેંક ગણાતી શહેરી મતબેંક પર આમ આદમી પાર્ટી દ્વારા ધીરેથી પગપેસારો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે, ભાજપને પોતાની મજબુત દિવાસ તુટી પડવાની દહેશતના પગલે ભાજપે ગ્રામ્ય મતદારો પર વધુ ધ્યાન આપવા માંડ્યુ છે. ત્યારે, પ્રદેશ પ્રમુખનો આ વન ડે વન ડિસ્ટ્રીક્ટ મિશન કેટલું સફળ રહે છે અને ગ્રામ્ય મતદારોને કેટલા રીઝવી શકાય છે તે ચૂંટણી બાદ જ સપષ્ટ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X