ભાજપની નજર આ 36 બેઠકો પર છે, જાણો કેમ?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માઇક્રો લેવલ પર હરિફાઇ કરી રહ્યું. ભાજપ આવનારા સમયમાં એક એક બેઠક પર નજર બનાવીને રાખી રહ્યું છે. અને બેઠક દીઠ જીત માટે પણ પ્રયાસશીલ થયું છે. અને આ જ કારણ છે કે ભાજપની નજર છે આ 36 સીટો પર. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 36 સીટો પર ખૂબ જ ઓછા મત જીત્યું કે હાર્યું હતું. આ 36 બેઠકોમાં સૌરાષ્ટ્ર અને કચ્છની 13 બેઠકો, ઉત્તર ગુજરાતની 10 બેઠકો, મધ્ય ગુજરાતની 11 બેઠકો અને દક્ષિણ ગુજરાતની બે બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં તે 5 હજાર કરતા પણ ઓછા કે વધુ મતોથી જીતું કે હાર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2012ની ચૂંટણીમાં કેશુભાઇ ફેક્ટરે પણ કેટલાક અંશે ભાજપની વોટબેંક તોડી હતી.

Gujarat

કેશુભાઇ ફેક્ટર

2012ની ચૂંટણીમાં કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપી પાર્ટી ભાજપની સરકારના મત પાડ્યા હતા. જીપીપી જે 38 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા તેમાંથી 14 જગ્યાએ ભાજપ અને 22 જગ્યાએ કોંગ્રેસ જીતી હતી. અને જીપીપીના ફાળે ખાલી 2 જ સીટો મળી હતી. ચોક્કસથી જીપીપી ભાજપની વોંટબેંક તોડી પાડી હતી અને તેથી કોંગ્રેસને સીધો ફાયદો તે વખતે થયો હતો. પણ આ તમામ બેઠકો પર ભાજપ ખૂબ જ ઓછા વોટે હાર્યું હતું. ત્યારે આ વખતે ભાજપની નજર આ 36 બેઠકો પર કેવી રીજે જીતવું તેમાં છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે આ વખતની ગુજરાતની ચૂંટણીમાં ભાજપ બેઠક દીઠ હરિફાઇ આપી રહ્યું છે. હાલ ભાજપને જીપીપીની ચિંતા નથી પણ પાટીદારોની સંખ્યા આ વિસ્તારોમાં વધુ હોવાના કારણે આ તમામ સીટો ભાજપ માટે મહત્વપૂર્ણ બની રહેશે. ભાજપના એક નેતાએ વધુમાં જણાવ્યું હતું કે ભલે રાહુલ ગાંધી ગુજરાતમાં મોટી મોટી રેલીઓ કરે પણ હજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વાતથી કોઇ ફરક પડતો નથી. કારણ કે અમે આ વખતે એક એક સીટ પર માઇક્રો લેવલે ચૂંટણી લડી રહ્યા છીએ.

English summary
BJP wants the elections to be fought seat by seat, this 36 seats are crucial. Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.