ભાજપ કાર્યકર્તા અને શૂભ ચિંતકો પાસેથી સહોયગ નિધિના નામે ફંડ એકત્ર કરશે
ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓ પર નિર્ભર રહેનારી પાર્ટી છે. અને કાર્યકર્તાઓના જોરે જ સત્તમાં આવી છે ત્યારે આગામી ચૂંટણી પહેલા ભાજપ દ્વારા કાર્યકર્તાઓ પાસેથી સહોયગ નિધિ ચેકના માધ્યથી લઇને ચૂંટણી ખર્ચ એકત્ર કરવામાં
ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓ પર નિર્ભર રહેનારી પાર્ટી છે. અને કાર્યકર્તાઓના જોરે જ સત્તમાં આવી છે ત્યારે આગામી ચૂંટણી પહેલા ભાજપ દ્વારા કાર્યકર્તાઓ પાસેથી સહોયગ નિધિ ચેકના માધ્યથી લઇને ચૂંટણી ખર્ચ એકત્ર કરવામાં આવશે.

ભાજપના મહામંત્રી રજની પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપ પોતાનાં પાર્ટીના કાર્યકર્તાના બળથી આગળ વધતી પાર્ટી છે,આર્થિક સહયોગ આપવા માટે સહયોગ નિધિ બનાવવામાં આવી છે તેના માટે દરેક કાર્યકર્તાને કાને અધ્યક્ષે વાત મૂકી છે,જોકે તેમને જણાવ્યું કે હજી સુધી કોઈ લક્ષ્યાંક નક્કી નથી કરવામાં આવ્યો,તમામ સુચીઓ જિલ્લા કક્ષાએથી મંગાવવામાં આવશે,
આજ ની પ્રદેશ કારોબારી માં નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી ચૂંટણી પહેલાં સહયોગ નિધિ માધ્યમ થી સહાય લેવામાં આવશે,આ સહયોગ નિધિ દ્વારા સહયોગ રાશિ ની વાત કર વામાં આવી છે,બધા લોકો ને ફક્ત ચેક દ્વારા આપવા માટે કહેવામાં આવશે,કોઈ લક્ષ્યાંક રાખવામાં આવેલ નથી,200 કરોડ સુધી રકમ કાર્યકર્તાઓ અને શુભેછકો પાસેથી આવે તેવી આશા છે.કોઈ પણ રકમ ફક્ત ચેક થી જ સ્વીકારવામાં આવશે બીજી કોઈ પણ રીતે પૈસા ના સ્વીકારવામાં આગ્રહ રાખવામાં આવશે જેથી કરી ને કોઈ પણ ગેરરીતિ નેં અવકાશ રહે નહિ.












Click it and Unblock the Notifications
