'આ ગુજરાત મેં બનાવ્યુ છે' ના સુત્ર પર ભાજપ ચૂંટણી લડશે
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબે “આ ગુજરાત મેં બનાવ્યું છે” અભિયાનના લોન્ચિંગ કરી પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, સાહસિક ખમીરવંતા ગુજરાતના લોકોના સાથ અને સહકારથી આ ગુજરાત મ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબે "આ ગુજરાત મેં બનાવ્યું છે" અભિયાનના લોન્ચિંગ કરી પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, સાહસિક ખમીરવંતા ગુજરાતના લોકોના સાથ અને સહકારથી આ ગુજરાત મે બનાવ્યું છે તે સુત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગઇકાલે ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતેથી ચૂંટણી અંગેની તેઓની પ્રથમ જાહેર સભાને સંબોધન કરતાં આપ્યું છે. મોદી નો પરિશ્રમ અને અમારો ભરોસો બંન્ને સાથે જોડીને આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવે છે.

સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યમાં કરવામાં આવેલ અવિરત વિકાસયાત્રાના વિઝયુઅલ થકી આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમો જનતા સમક્ષ જઇ રહયાં છીએ. ત્યારબાદ આ ગુજરાત મે બનાવ્યું છે શિર્ષક હેઠળ તૈયાર કરવામાં આવેલ વિઝયુઅલની ઝાંખી દર્શાવવામાં આવી હતી.
સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી ઉંચા હાઇબ્રીડ એનર્જીની સ્થાપના પણ ગુજરાતમાં કરવામાં આવી છે. ટેક્ષટાઇલ પોલીસી અંતર્ગત ૭ નવા પાર્ક બનાવી ૨૧ લાખ નોકરીઓનું સર્જન કરનાર ગુજરાત બનાવવામાં આવે છે. પાટીલે સોહબે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને ૫૦ ટકા જેટલું પ્રભુત્વ આપી મહિલાઓનું સન્માન વધારવાનું અને પ્રજાજનોની ધાર્મિકસંસ્કૃતીને જીવંત રાખવા માટે માં અંબાના ધામ અંબાજી, ભગવાન શીવના ધામ સોમનાથ અને માં કાળીના ધામ પાવાગઢને પુનરોધ્ધાર પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કરવામાં આવ્યો છે.
સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આવા અનેક વિકાસ કાર્યોની ભેંટ રાજ્યને આપવા માટે પ્રત્યેક ગુજરાતીઓએ તેમનો લોહી અને પરસેવો એક કરી ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ખભેખભા મિલાવી ઉભો રહ્યો છે.












Click it and Unblock the Notifications
