ભાજપ:ચૂંટણી પ્રચારની શરૂઆત 1 થી 15 ઓક્ટોબર વચ્ચે કરશે
ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. તે કાર્યક્રમની માહિતી ગુરૂવારે ભાજપ દ્વારા આપવામાં આવી હતી. આ અંગે વધુ વાંચો અહીં..
ભારતીય જનતા પાર્ટી વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત 1 થી 15 ઓક્ટબર સુધીમાં કરશે. જેમા સંગઠન મહામંત્રી વી. સતીષ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અંગે માહિતી આપતા ભારત પંડ્યાએ જણાવ્યું હતું કે, 6 થી 17 સપ્ટેમ્બર નર્મદા યાત્રા યોજાઈ રહી છે. જ્યારે 1 થી 15 ઓક્ટોબર સુધીમાં ભાજપ દ્વારા ચૂંટણી યાત્રા કાઢવામાં આવશે. જેમાં પક્ષના રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. તેમજ 10 સપ્ટેમ્બરે અમિત શાહ યુવાનો સાથે સંવાદ કરશે અને 11 સપ્ટેમ્બરના રોજ કમલમ ખાતે ભાજપનો સોશ્યિલ મીડિયા વર્ક શોપ યોજાશે. જેમાં કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી પણ હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપની સ્થાનિક નેતાગીરી દ્વારા ચૂંટણી યાત્રાના કાર્યક્રમ અંગે વરિષ્ઠ નેતાગીરી સાથે પરામર્શ કરવામાં આવ્યો છે. આ સાથે જ બીજા અન્ય કાર્યક્રમો જેવા કે યુવા ટાઉન હોલ, મોદીનો ગુજરાત પ્રવાસ વગેરે કાર્યક્રમની તૈયારી પર બેઠક બોલાવી હતી. ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા 150 બેઠકોનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
