For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે બૂથ લેવલ પર કામ કર્યું, હવે શાનદાર જીતની અપેક્ષા

ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી દ્વારા જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીનો ચહેરો બનાવીને ચૂંટણી પ્રચાર કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ સાથે એક્ઝિટ પોલના આંકડા પણ જાહેર થઇ ગયા છે. 27 વર્ષ સત્તામાં રહ્યા બાદ હવે સત્તાનું પુનરાવર્તન કરી શકે છે, તેવું તારણ એક્ઝિટ પોલના આંકડા પરથી કાઢી શકાય છે.

BJP

ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી દ્વારા જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીનો ચહેરો બનાવીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ સાથે બૂથ લેવલની કામગીરી અને સોશિયલ મીડિયાનો વ્યુહાત્મક ઉપયોગ કરીને પાર્ટી સૌથી મોટી જીતનો લક્ષ્યાંક પ્રાપ્ત કરશે. આ પહેલા સતત 6 વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી ચુકી છે. આ સાથે 2002 માં સૌથી મોટી જીત મળી હતી જેમાં 127 બેઠક મળી હતી.

હંમેશાની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ગૌરવને પોતાનું હથિયાર બનાવ્યું હતું. રાજ્ય નેતૃત્વને પાછળ છોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો ચહેરો બનાવ્યો હતો. આ ઉપરાંત બૂથ મેનેજમેન્ટના વિસ્તરણની સાથે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ માટે વિગતવાર વ્યૂહરચના બનાવી હતી. ખાસ કરીને બૂથ મેનેજમેન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા પાયાના સ્તરે વ્યાપક સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ કારણે ભાજપને જીતની આશા છે

ભાજપની નજર પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર છે. ચૂંટણી વ્યૂહરચના સાથે સંકળાયેલા એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, નાગરિક ચૂંટણીમાં AAP ની હાજરીએ વિપક્ષના મતોનું વિભાજન કર્યું અને પરિણામે ભાજપને જંગી જીત મળી હતી. આ વખતે પણ AAP નો પ્રભાવ ધરાવતા શહેરી વિસ્તારોમાં હરીફાઈ ત્રિકોણીય બની હતી અને AAP એ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ નુકસાન પહોંચાડ્યું છે.

પાંચ મતદારો માટે એક કાર્યકર

'બૂથ જીતો, ચૂંટણી જીતો' સૂત્ર આપનારા ભારતીય જનતા પાર્ટીએ બૂથ મેનેજમેન્ટ પર મહત્તમ ભાર મૂક્યો હતો. આ વખતે બૂથ પ્રમુખ, પેજ પ્રમુખની સાથે છ સભ્યોની પેજ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. એક કાર્યકરને પાંચ લોકોને બૂથ પર લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. દરેક બૂથનું પોતાનું વોટ્સએપ ગ્રુપ હોય છે. મતદાર યાદી તૈયાર થતાંની સાથે જ પક્ષે મતદારોના નંબર મેળવ્યા બાદ ઓછામાં ઓછું એક બૂથ-લેવલનું વોટ્સએપ ગ્રુપ બનાવવું જોઈએ, તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

બીજા તબક્કામાં 58 ટકાથી વધુ મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 58.18 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં એક ઓછું મતદાન થયું હતું. ચૂંટણી પંચની અપીલની અસર બીજા તબક્કાના મતદાનમાં પણ જોવા મળી છે. પ્રથમ તબક્કામાં ઓછા મતદાનને કારણે ચૂંટણીમાં મતદાન કરવા માટે જનતાને અપીલ કરવામાં આવી હતી.

30 વર્ષથી સત્તામાં છે ભાજપ

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ જ કારણ છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે વિશ્વસનીયતાની લડાઈનો પ્રશ્ન બની ગઈ છે. જોકે, એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બની રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હવે 8 ડિસેમ્બરના રોજ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

તમામ પક્ષો કરી રહ્યા છે જીતના દાવા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને AAP સહિત અન્ય પક્ષો વતી પોતાની જીતનો દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા જીત માટે અલગ-અલગ દલીલો કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી મોંઘવારી, શિક્ષણ, બેરોજગારી પર લડાઈ રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના મુખ્ય મુદ્દા હિંદુત્વને હંમેશા સાથે રાખે છે.

English summary
BJP worked at the booth level, now expecting a landslide victory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X