સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે આરંભ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું
Surendranagar blood donation camp : આપણા ગુજરાતીમાં કહેવત છે ને, દાન તો ગુજરાતીના લોહીમાં છે, તો લોહીનું દાન જ કેમ નહીં? દેશ અને દુનિયામાં હંમેશા અનેક કારણોસર રક્તની જરૂરિયાત ઉભી થતી રહે છે.
આ કારણે તમામ સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રીતે રક્તદાન કરવું ખુબ જ અનિવાર્ય છે. કારણ કે, લોહી ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. આવાં થલેસેમિયાના દર્દીઓને રક્ત ચડાવવું પડે છે. આવામાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે અનેક સંસ્થા કાર્યરત છે. જેમાંની એક આરંભ ચેરિટેબલ ટ્રસ્ટ છે.

આજે યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદ જયંતિ છે. યુવા દિવસ નિમિત્તે થેલેસેમિયાના દર્દીઓને ઉપયોગી બનવા માટે ફરી એકવાર આરંભ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરનું આયોજન સવારે 9:00 થી 1:30 સુધી શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ પર કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રક્ત એકઠું કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાનો હેતું છે.
આરંભ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત રક્તદાન શિબિરની થીમ "આપી જુઓ થોડું રક્ત, આનંદ મળશે અનંત" હતી. ઉલ્લેખનીય છે કે, આરંભ ચેરિટેબલ ટ્રસ્ટની આ 10મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ડિસ્ટ્રીક્ટ બ્રાન્ચ અમદાવાદ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.

આ રક્તદાન શિબિરમાં ભાગ લેનારા દાતાઓનો મફત થેલેસેમિયાનો રિપોર્ટ પણ કરી આપવામાં આવ્યો હતો. આ સાથે શેરદિલ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને કિર્તીકુમાર ગુર્જર, ડૉ. દિલીપભાઈ વજાણી સાહેબ, ડૉ. આર. એચ. દાવડા, અનિલભાઇ શિહોરી, પાસરભાઇ શાહ, ડૉ. કે. ડી. આહિર અને ડૉ. એમ. એફ. વઢવાણિયા દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થી અને લોકોએ રક્તદાન કર્યું હતું.












Click it and Unblock the Notifications
