બનાસકાંઠા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કચેરીને એક અજ્ઞાત ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી હોવાનું સામે આવતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DySP સહિતના કાફલાએ તાત્કાલિક કલેક્ટર કચેરીમાં પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી લીધી હતી.
સાવચેતીના પગલા રૂપે કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સલામત રીતે બિલ્ડિંગની બહાર ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર પરિસરમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈને પણ અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના ખૂણેખૂણામાં સઘન ચેકિંગ હાથ ધરીને તપાસ તેજ કરવામાં આવી છે.
કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરીને ચોતરફથી સીલ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં ટેકનિકલ તપાસ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
