Delhi-NCR બાદ હવે અમદાવાદની 7 સ્કૂલોને બૉમ્બથી ઉડાવવાની મળી ધમકી
Ahmedabad Schools Bomb Threat: દિલ્હી-NCR બાદ હવે ગુજરાતના અમદાવાદમાં સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદની 7 શાળાઓને આજે બૉમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ પોલીસે તેની તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે તાજેતરમાં દિલ્હી-એનસીઆરની ડઝનેક શાળાઓમાં બૉમ્બની ધમકી મળી હતી. જે બાદ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને બાળકોને તાત્કાલિક ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

અમદાવાદની ડીપીએસ બોપલ, આનંદ નિકેતન બોપલ, એશિયા ઈંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર, કેલોરેક્સ સ્કૂલ ઘાટલોડિયા, ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી નરોડા, ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા, અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા સ્કૂલોને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકીભર્યા ઈમેલ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ સક્રિય થઈ છે અને મામલાની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયાને જણાવ્યું કે આ મેઈલ બહારના સર્વર પરથી આવ્યો છે. મેલમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો સંમત નહીં થાય તેમની સામે અમે કડક કાર્યવાહી કરીશું અને તેમને ઉડાવી દઈશું. બીજો સંદેશ પણ મોકલવામાં આવ્યો છે કે પોલીસે અફવાઓથી સાવધ રહેવું જોઈએ.
ડીજીપીએ કહ્યું કે આજે સવારે 7-8 વાગે શાળાઓને મેલ મળ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જેઓ આ વાતમાં વિશ્વાસ નહીં કરે તેમને બોમ્બથી ઉડાવી દઈશુ. મેલની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
