For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુન: મતદાનમાં 70થી 80 ટકા મતદાન નોંધાયું

|
Google Oneindia Gujarati News

gujarat-vote
ગાંધીનગર, 17 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રથમ તબક્કાના ત્રણ મતદાન મથકોમાં રવિવારે યોજાયેલું ફરી મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું અને ત્રણ મથકોમાં 70થી 80 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું.

ખરાખરીના જંગવાળી ભાવનગર ગ્રામ્ય બેઠક કે જ્યાં કોંગ્રેસના ટોચના પ્રદેશ નેતા શક્તિસિંહ ગોહિલના અને રૂ. 400 કરોડના માછલાં કૌભાંડના આરોપી પ્રધાન પરસોતમ સોલંકીના ભવિષ્યનો ફેંસલો થવાનો છે, ત્યાં મતદાન સ્થળ કમળેજ-3ના બૂથ નં. 69 ઉપર 78.81 ટકા જેટલું ઊંચુ મતદાન રવિવારે નોંધાયું હતું.

જ્યારે જામનગર જિલ્લાની જામજોધપુર બેઠકના મતદાન સ્થળ કોટડાના બૂથ નં. 169 ખાતે સૌથી વધુ 80.38 ટકા મતદારોના વોટ ફેરમતદાનમાં પડયા હતા.

સુરત ઉત્તર બેઠકના મતદાન સ્થળ કતારગામના બૂથ નં. 27 ખાતે 69.98 ટકા મતદાન નોંધાયું હતું. આ ત્રણે મતદાન બૂથો ઉપર ગત ગુરૃવારે પ્રથમવાર મતદાન થયું ત્યારે સવારે થયેલા મોક વોટિંગના માટે ઈવીએમમાંથી રદ થઇ શક્યા નહોતા, જેને કારણે કેન્દ્રીય ઓબ્ઝર્વર્સ દ્વારા થયેલા રિપોર્ટના આધારે રવિવારે પુન:મતદાન યોજાયું હતું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X