બોટાદ ખાતે નકલી ચલણી નોટ સાથે બે ઇસમોની ધરપકડ

Subscribe to Oneindia News

ભારતીય નકલી ચલણી નોટો સાથે બે ઇસમોની ધરપકડ બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે. બોટાદ પોલીસે બાતમીના આધારે બોટાદ, પાળીયાદ રોડ ઉપર વોચ રાખી પાળીયાદ તરફથી આવતી એક ગોલ્‍ડન કલરની મારૂતિ ઝેન ફોરવ્‍હીલ ગાડી રજી. નં.- જી.જે.૦૭.આર.૧૪૧૪ ને રોકી તેમાંથી આ ખોટી ચલણી નોટોનો જથ્થો મેળવ્યો છે. વધુમાં કારમાંથી બે ઇસમોની પણ અટક કરી છે.

note


પોલીસ ફરિયાદ મુજબ આ કેસમાં ગાડી ચાલક ગોગનભાઇ ઉર્ફે ભનુ મોહનભાઇ ચાંડેલાની અટક કરવામાં આવી. 33 વર્ષીય ભનુભાઇ બિલ્ડીંગ લાઇમ સ્ટોનનો ધંધો કરી છે અને જૂનાગઢના વતની છે. બીજા ઇસમ તરીકે ગાડીની બાજુમાં બેઠેલા બાબુભાઇ ચોથાભાઇ ખસીયા જે રાજકોટમાં સાધુ જીવન જીવતા હોઇ રાજકોટમાં ગુરૂ સાસીયાબાપુ નામે જાણીતા છે તેમની અટક કરાઇ છે.


બંન્ને ઇસમો પાસેથી ભારતીય ચલણની રૂપિયા 2૦૦૦/- ના દરની ખોટી ચલણી નોટો મળી આવી છે. તેમની પાસેથી કુલ નંગ 26 નોટો એટલે કે રૂા. 52,૦૦૦ ( બાવન હજાર) મળી આવ્યા છે. તેમજ સાચી ચલણી નોટો જેની કિંમત રૂા. 18,5૦૦/- છે તેની સાથે કુલ રૂપિયા 44,5૦૦/- નો મુદામાલ જોડે અટક કરવામાં આવી છે. જે બાદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ઘરી છે.

English summary
Botad : Fake currency note of Rs 52,૦૦૦ seized by gujarat police
Please Wait while comments are loading...