For Quick Alerts
For Daily Alerts
ગોંડલના દેરડી ગામે વરરાજાએ પણ કર્યું મતદાન
ગોંડલ તાલુકાની 54 ગ્રામપંચાયતો માટે આજે ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા ઝોનલ અધિકારી, પ્રિસાઇડિંગ ઓફિસર અને વહીવટી કર્મચારીઓની ફોજ તૈયાર કરવામાં આવી છે. સાથે ચૂંટણી શાંતિપૂર્ણ યોજાઈ તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાર પીએસ આઈ સહીત 282 પોલીસ હોમગાર્ડ જવાનોને સુરક્ષા માટે ખડેપગે રાખવામાં આવ્યા છે.
ગોંડલ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાનનો શાંતિ પૂર્વક પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ મતદારોની મતદાન માટે કતારો લાગી. દેરડી(કુંભાજી) ગામે જાન પ્રસ્થાન કરે તે પહેલા જ વરરાજાએ મતદાન કરીને દાખલો બેસાડ્યો હતો.