For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોઢવાડીયા પણ મળ્યા બ્રિટીશ હાઇકમિશ્નરને

|
Google Oneindia Gujarati News

arjun modhwadia
અમદાવાદ,22 ઓક્ટોબર: બ્રિટનના ભારત ખાતેના હાઈકમિશ્નર જેમ્સ બેવનએ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીયા સાથે મુલાકાત કરી.

ગુજરાતની મુલાકાતે આવેલા બ્રિટીશ રાજદૂત જેમ્સ બેવને સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદની મુલાકાત લીધી હતી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સાથે ગુજરાતને લગતા અનેક મુદ્દે ચર્ચા કરી હતી.

બ્રિટીશ હાઈકમિશ્નર સાથે ર૦ મીનીટ સુધી ચાલેલી આ મુલાકાત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, બ્રિટીશ હાઈકમિશ્નરની આ શુભેચ્છા મુલાકાત હતી. ગુજરાતના હિતની અનેક બાબતો ઉપર તથા ગુજરાત અને બ્રિટીશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તે બાબતમાં સારી ચર્ચા થઈ હતી. ખાસ કરીને બ્રિટીશ કોન્સ્યુલેટ જનરલની કચેરી અમદાવાદ ખાતે હોય તો ગુજરાતના લોકોને વધુ સુવિધા મળી રહે તે ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

બ્રિટનમાં વસતા ગુજરાતી બોલતા ભાઈ-બહેનોના પ્રશ્નો અંગે ત્યાંની સરકાર રસ લે તે બાબતે અનુરોધ કરવામાં આવ્યો હતો. મોઢવાડીયાએ વધુમાં જણાવ્યુ હતું કે બ્રિટીશ હાઈકમિશ્નર જે રીતે અન્ય રાજયોના મુખ્યમંત્રીઓને મળતા હોય છે તેવી રીતે ગુજરાત સાથેના સંબંધો વધુ વિકસે તે પ્રયાસના ભાગરૂપે આ મુલાકાત લેવામાં આવી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ બ્રિટનમાં અભ્યાસ કરવા જાય છે અને અભ્યાસ બાદ તેમને કામ કરવા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે તે તથા ટુરીસ્ટ વિઝા ઉપરના પણ જે નિયંત્રણો છે તે બાબતે રાજદૂતને માહિતગાર કર્યા હતા જેનો હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો હતો.

મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, બ્રિટીશ હાઈકમિશ્નર જેમ્સ બેવનનો જન્મ લેસ્ટર ખાતે થયો છે અને ત્યાં ગુજરાતીઓની વસ્તી ઘણી છે તેથી તેઓ ગુજરાતની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. ગુજરાત પહેલેથી જ ઉદ્યોગપ્રિય રહ્યું છે. કેનેડા, યુગાન્ડા અને અન્ય દેશોમાં ગુજરાતી પ્રજાની હયાતિ વિશેષ છે અને ગુજરાત રાજ્ય ૧૯૮૦થી એક પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે. મોઢવાડીયાએ ગુજરાત અને બ્રિટનના સંબંધો તમામ ક્ષેત્રે વિકસે તે બાબતે ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું.

રાજીવ ગાંધી ભવન ખાતે આવી પહોંચેલા બ્રિટિશ હાઈકમિશ્નરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ સ્વાગત કર્યુ હતું અને મહાત્મા ગાંધીજીનું વિશેષ રીતે કંડારેલ સ્મૃતિચિહ્ન અર્પણ કર્યુ હતું.

English summary
President of Gujarat Pradesh Congress Committee Arjun Modhwadia, after a 20 minute meeting with the British High Commissioner to India, Mr. James Bevan, said that it was a goodwill visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X