• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતની ગિફ્ટ સિટીમાં ઉભૂ થશે બીએસઇનું આઇકોનિક ટાવર

|

ગાંધીનગર, 15 ઓક્ટોબરઃ ગુજરાતના નાણામંત્રી સૌરભ પટેલે આજે કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીની ઉપસ્થિતિમાં ગિફ્ટ સિટીના કોમર્સિયલ ટાવરને બીએસઇ બ્રોકર્સ ફોરમ માટે વિકાસાવવાનો અલૉટ્મન્ટ લેટર વાઇસ ચેરમેન આલોક ચુરિવાલાને આપ્યો હતો. ભારતનું પહેલું ગ્લોબલી બેન્ચમાર્ક્ડ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર(આઇએફએસસી) આ આઇકોનિક ફ્યુચરિસ્ટિક ગ્રીન ટાવરને બીએસઇ બ્રોકર્સ ફોરમના સભ્યો માટે હોસ્ટ કરશે. બીએસઇ ફોરમ આ ટાવરના સેટ અપ માટે 120 કરોડ રૂપિયા ખર્ચશે, ફોરમની બેક ઓફિસ ઓપરેશનને નવા સ્થળે સેટ અપ કરવાની પ્રયોજના છે, જે ઓછા ખર્ચે સારી સુવિધા આપશે.

ફોરમને પોતાના સભ્યો માટે આ કોમર્સિયલ બિલ્ડિંગનું નિર્માણ કરવા માટે 3 લાખ સ્ક્વેર ફીટ જમીનની ફાળવણી કરવામાં આવી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છેકે બીએસઇ પોતાની એક્સચેન્જ ઓફિસને ગિફ્ટ સિટી ખાતેની નવી બિલ્ડિંગમાં સેટ અપ કરી શકે છે. કેપિટલ માર્કેટમાં બીએસઇ ફોરમના સભ્યો દ્વારા મહત્વની ભૂમિકા અદા કરવામાં આવી છે. આ ફોરમના 742 ટ્રેડિંગ મેમ્બર્સ ઇક્વિટી સેગ્મેન્ટમાં અને 93 ટ્રેડિંગ મેમ્બર્સ કોમોડિટી સેગ્મેન્ટમાં છે. બીએસઇ બ્રોકર્સ અંદાજે 40 ટકા ઇક્વિટી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ધરાવે છે.

ગુજરાતમાં વિકાસની આ નવી પહેલને આવકારતા રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે કહ્યું કે, દેશના પહેલા ગ્લોબલ ફાયનાન્સિયલ હબને વિકસાવીને ગિફ્ટ સિટીને સ્માર્ટ સિટી બનાવવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું. કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાત સરકાર ગિફ્ટ સિટીના ઝડપી વિકાસ માટે જરૂરી તમામ પગલાંઓ ભરશે જે ગુજરાત રાજ્ય અને ભારતભરમાં મોટી સંખ્યામાં નોકરીની તકો ઉભી કરશે.

વિશ્વભરમાંથી અનેક સ્ટોક એક્સચેન્જ આવશે

વિશ્વભરમાંથી અનેક સ્ટોક એક્સચેન્જ આવશે

આશા રાખવામાં આવી રહી છેકે આગામી વર્ષોમાં વિશ્વભરમાંથી અનેક સ્ટોક એક્સચેન્જ અહીં આવશે અને ગિફ્ટ સિટીમાં પોતાના ઓપરેશનને સેટ અપ કરશે, જે ભારતના પહેલું ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર ઉભું કરવા તરફ આગળ વધી રહ્યું છે.

અર્થપૂર્ણ વિકાસની આશા

અર્થપૂર્ણ વિકાસની આશા

ભવિષ્યમાં કોમોડિટી માર્કેટ્સ અને ભારતીય ઇક્વિટીમાં અર્થપૂર્ણ વિકાસની આશા સેવવામાં આવી રહી છે, ત્યારે ગિફ્ટ સિટી વિશ્વકક્ષાની ઓફિસ ઓપરેશન ફેસેલિટી ખૂબ જ સ્પર્ધાત્મક દરમાં ઓફર કરી રહ્યું છે. બીએસઇ વિશ્વનું નંબર વન લિસ્ટેડ મેમ્બર્સ ધરાવતું એક્સચેન્જ છે. જેમાં 5000 કરતા વધારે કંપનીઓ લિસ્ટેડ છે.

બેન્કિંગ સુવિધા

બેન્કિંગ સુવિધા

બીએસઇ બ્રોકર્સ ફોરમની હાજરી સાથે ગિફ્ટ સિટી અન્ય વ્યવસાયોને પણ ત્યાં જમીન ઓફર કરી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા આપવામાં આવી રહી છે અને અનેક ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ્સને જમીન ફાળવવામાં આવી છે. જેમાં ટોચની બેન્કો જેમ કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેન્ક, કોર્પોરેશન બેન્ક, એચડીએફસી બેન્ક વિગેરે છે.

ગિફ્ટ સિટીને સ્માર્ટ સિટી બનાવાશે

ગિફ્ટ સિટીને સ્માર્ટ સિટી બનાવાશે

આ ઉપરાંત ગિફ્ટ સિટીને સ્માર્ટ સિટી બનાવવા માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, આઇસીએસસી સ્કૂલ, ટ્રેનિંગ સેન્ટર, બિઝનેસ હબ, રિટેલ મોલ, હોટલ અને રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટ્સ જેવી સુવિધા માટે પણ જમીન ફાળવણી કરવામાં આવી છે.

English summary
Gujarat Finance Minister Shri Saurabh Patel today, in the presence of Union Finance Minister Shri Arun Jaitely, handed over the allotment letter for the development of the Commercial Tower at Gujarat International Finance Tec-City (GIFT) for the members of BSE Brokers' Forum to Vice Chairman Shri Alok Churiwala. India's first globally benchmarked International Financial Services Centre(IFSC), will host an iconic futuristic Green Tower for members of BSE Brokers’ Forum.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more