For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં બીએસએફે શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી

બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આજે એક 35-40 વર્ષના પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આજે એક 35-40 વર્ષના પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકને ગુજરાતના કચ્છ પાસે આંતરરાષ્ટ્રીય સીમા પાસે બીએસએફે પકડી લીધો છે. વાસ્તવમાં જે સમયે બીએસએફની પેટ્રોલ પાર્ટી બોર્ડર પોસ્ટ 1123 પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે વખતે આ પાકિસ્તાની નાગરિક પર જવાનોની નજર પડતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે યુવક પાસે કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યુ નથી પરંતુ આ શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

bsf

જોવાની વાત એ છે કે બુધવારે યુએને પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કર્યો છે. ત્યારબાદ પાકિસ્તાન મસૂદ અઝહરને છૂપાવવામાં લાગી ગઈ છે. વાસ્તવમાં આ પહેલા સતત ચીન આ રાહમાં રોડા નાખતુ રહ્યુ હતુ પરંતુ છેવટે ચીને પોતાનો વાંધો હટાવી લીધો ત્યારબાદ યુએન તરફથી આતંકી મૌલાના મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે આ પહેલા ફ્રાંસ, યુકે અને અમેરિકા તરફથી ફેબ્રુઆરી મહિનામાં સુરક્ષા પરિષદની અંદર મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે છેલ્લા દસ વર્ષથી આ પ્રસ્તાવ યુએનમાં વિલંબમાં હતો પરંતુ ચીનના સમર્થનના કારણે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત નહોતો કરવામાં આવ્યો. જે રીતે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવામાં આવ્યો છે તે બાદ સવાલ એ ઉઠે છે કે આનો શું અર્થ છે. જ્યારે કોઈ પણ આતંકીને યુએનની સુરક્ષા પરિષદ ગ્લોબલ આતંકી જાહેર કરે તો તેના પર ઘણા પ્રકારની નાણાંકીય, પ્રવાસ, હથિયાર વગેરેનો પ્રતિબંધ લાગે છે.

આ પણ વાંચોઃ દરેક પળ પિગળી રહી છે ગ્લેશિયર, ગરમી વધશે, નાસાએ આપી ચેતવણીઆ પણ વાંચોઃ દરેક પળ પિગળી રહી છે ગ્લેશિયર, ગરમી વધશે, નાસાએ આપી ચેતવણી

English summary
BSF apprehended Pakistani national near international boundary in Kutch, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X