ગુજરાતમાં BTPના ઘણા નેતા AAPમાં થયા સામેલ, દિગ્ગજ નેતાએ સીએમ કેજરીવાલે અપાવ્યુ સભ્યપદ

ગુજરાતમાં વિધાસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડનારી ભારતીય ટ્રાઈબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે.

નવી દિલ્લીઃ ગુજરાતમાં વિધાસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડનારી ભારતીય ટ્રાઈબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે. બીટીપીના ઘણા નેતા મંગળવારે આમ આદમી પાર્ટીમાં શામેલ થઈ ગયા જેમાં ચેતર વસાવા પણ સામેલ છે. ચેતર નર્મદા જિલ્લામાં બીટીપીના પ્રમુખ નેતા હતો. વસાવાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના રાજીનામાનુ એલાન કર્યુ. ત્યારબાદ દિલ્લામાં આપ સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના પાર્ટીનુ સભ્યપદ અપાવ્યુ.

aap

ચેતર વસાવા સાથે બીટીપીના ડેડિયાપાડા તાલુકા પંચાયત ઉપાધ્યક્ષ માધવસિંહ વસાવા અને બીટીપી ડેડિયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પણ આપનો પાલવ પકડી લીધો. તમને જણાવી દઈએ કે બીટીપીએ ચેતર વસાવાની ટિકિટ કાપી નાખી હતી. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો. ડેડિયાપાડામાં બીટીપીના લગભગ બધા પદાધિકારીઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ અને કેજરીવાલની પાર્ટીના સભ્ય બની ગયા છે. ચેતર સાથે લગભગ 500 કાર્યકર્તાઓએ બીટીપીમાંથી રાજીનામુ આપી દીધુ છે.

ઉલ્લેખનીય છે કે બીટીપીએ આપ સાથે ગઠબંધનનુ એલાન કર્યુ હતુ પરંતુ થોડા દિવસોમાં પાર્ટીએ ગઠબંધન તોડીને એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. કેજરીવાલની પાર્ટી આ વખતે પૂરા જોશ સાથે ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે. 2019માં 29 સીટો પર લડનારી આપે આ વખતે બધી સીટો પર ઉમેદવાર ઉતારવાનુ એલાન કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X