ગુજરાત : બજેટ સત્રના બીજા દિવસે ચાર સુધારા ખરડા પસાર
ગાંધીનગર, 3 જુલાઇ : ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર 2014ના બીજા દિવસે વર્તમાન કાયદાઓમાં સુધારા કરતા ચાર ખરડા પસાર કરવામાં આવ્યા હતા. આ ચાર સુધારા ખરડાઓમાં ગુજરાત ટેક્સેશન લૉસ (સુધારા) ખરડો - 2014, ગુજરાત કોર્ટ ફી (સુધારા) ખરડો - 2014, ગુજરાત સિવિલ કોર્ટ્સ (સુધારા) ખરડો - 2014 અને ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી (સુધારા ) - ખરડો 2014 પાસ કરવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં ગુજરાત ટેક્સેશન લૉસ (સુધારા) ખરડો - 2014 રજૂ કરતા સમયે નાણા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે આ સુધારા બાદ રાજ્ય સરકાર પાસે તેના બાકી દેવાદારો પાસેથી બાકી લેણા વસૂલ કરવાની સત્તા મળશે.

આ સુધારાને કારણે ગુજરાત સરકાર હવે 'સિક્યોર ક્રેડિટર'બની જશે. આમ થવાથી તે ગુજરાત ટેક્સ અંતર્ગત પ્રોફેશન્સ, ટ્રેડ્સ, કોલિગ અને એમ્પ્લોયમેન્ટ એક્ટ, ગુજરાત એન્ટરટેઇનમેન્ટ ટેક્સ એક્ટ, ગુજરાત ટેક્સ ઓન લક્ઝરીઝ (હોટલ અને લોજિંગ) એક્ટ અને સ્થાનિક વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના સામાનને લાવવાનો એન્ટ્રી ટેક્સ વસૂલ કરવા માટે કાયદેસર માન્ય બનશે.
આ અંગે સૌરભ પટેલે જણાવ્યું કે 'આજે, જ્યારે કોઇ પણ સંસ્થાને નાદાર જાહેર કરવામાં આવે છે ત્યારે સિક્યોર ક્રેડિયર્સને બાકી લેણા વસૂલાત માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. ત્યાર બાદ અનસિક્યોર્ડ ક્રેડિટર વસૂલાત કરી શકે છે. વર્તમાન કાયદા અનુસાર રાજ્ય સરકાર માત્ર બાકી વેટના લેણા વસૂલ કરી શકે છે. તેમાં પણ નહીં ચૂકવાયેલા પ્રોફેશનલ ટેક્સ, એન્ટરટેઇનમેન્ટ ટેક્સ, લક્ઝરી ટેક્સ અને એન્ટ્રી ટેક્સ માટે કોઇ ચોક્કસ નીતિ નથી.'
પટેલે જણાવ્યું કે 'આ સુધારા બાદ રાજ્ય સરકાર તેના તમામ બાકી લેણા વસૂલ કરવા માટે હકદાર બનશે.તેના કારણે સરકારની ખાધનો બોજો ઘટશે.'












Click it and Unblock the Notifications
