અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર ગોજારો અકસ્માત, 18 લોકોનાં મોત

અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર ગોજારો અકસ્માત, 18 લોકોનાં મોત

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં બસનો ગોજારો અકસ્માત થયો. જાણકારી મુજબ અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં આ ગોજારો અકસ્માત સર્જાયો છે. ઘટનામાં 18 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. હજુ પણ કેટલાય લોકો દબાયેલા હોવાની આશંકા છે જેમને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. મૃતકોનો આંકડો પણ હજુ પણ વધી શકે છે.

bus accident

જાણકારી મુજબ આ અકસ્માત બનાસકાંઠામાં ત્રિશુલિયા ઘાટ પાસે સર્જાયો. અંબાજી શહેરમાં જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે બસમાં 50 લોકો સવાર હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકો મૃત્યુ પામ્યા છે.

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર આવતા એક ભયજનક વળાંકમાં ખાનગી બસ પલ્ટી ખાઈ જતાં આ ભયાનક અકસ્માત સર્જાયો. ઘટનાના તરત બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસ ટીમની સાથોસાથ 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X