પંચમહાલમાં બસની બ્રેક ફેઈલ થતા પલટી ગઈ, 38 જેટલા SRPના જવાનો ગંભીર રીતે ઘાયલ
SRP Jawans Bus Accident: ગુજરાતમાં એક મોટો માર્ગ અકસ્માત સામે છે. અહીં સ્ટેટ રિઝર્વ પોલીસ(SRP)ના જવાનોની બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 38 SRP જવાનો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત ગુજરાતના પંચમહાલમાં થયો હતો, જ્યાં સોમવારે સાંજે સૈનિકોને લઈને જઈ રહેલી બસ પલટી ગઈ હતી.
પોલીસ અધિકારી એમએલ ગોહિલે જણાવ્યું કે આ અકસ્માતમાં 38 જવાનો ઘાયલ થયા છે. દરેકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં જવાનોની હાલત સ્થિર છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ સૈનિકો તેમની ફાયરિંગ પ્રેક્ટિસ પૂરી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. બ્રેક ફેલ થવાના કારણે બસને અકસ્માત નડ્યો હતો.

ઘટનાની વિગત મુજબ હાલોલ નજીક દાહોદના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસમાં બ્રેક ફેઈલ થવાના કારણે અચાનક પલટી ખાઈ ગઈ હતી. પાવાગઢની તળેટીમાં ફાયરિંગની તાલીમ પૂરી કરીને જવાનો પરત ફરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ પરથી બહાર નીકળતી વખતે ગ્રુપના જવાનોની બસની બ્રેક ફેઈલ થઈ જતા તે બેકાબૂ બનીને કોતરમાં ઉતરીને પલટી ગઈ હતી.
38 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હાલોલ રેફરલ હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 4 જવાનને ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
