For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ: ધંધામાં કર્યો દગો, ભાગીદારે કરી 80 લાખની ઠગાઇ

|
Google Oneindia Gujarati News

gujarat police
રાજકોટ, 22 જાન્યુઆરી: પેડક રોડ પરના કર્ણાવતી કોમ્પલેક્ષમાં રહેતાં જેવીન સાવલીયા (૨૨) સાથે તેના જ પિતાના મિત્ર કાંતિભાઇ લાલકા અને તેના પરિવારના સભ્યોએ ડ્રાયફ્રુટના ધંધામાં ભાગીદારી કરી રૃા. ૮૦ લાખની ઠગાઇ કરી ભાગી ગયાની ફરિયાદ પ્ર.નગર પોલીસમાં નોંધાઇ છે. જો કે આરોપીઓ ઘરેથી ભાગી ગયા હોવાથી હાલ કયાં છે તેની કોઇ માહિતી પોલીસને મળી નથી.

વિગત એવી છે કે જેવીનના પિતા નાનજીભાઇ માર્કેટ યાર્ડની ઘણી પેઢીનું એકાઉન્ટ લખે છે. તેમના કાંતિભાઇ મિત્ર હતાં. કાંતિભાઇના પુત્ર જીતેશ ડ્રાયફ્રુટના ધંધાનો જાણકાર હોવાથી પેઢી શરૃ કરવી હતી પરંતુ નાણાં ન હતાં જેથી કાંતિભાઇએ મિત્ર નાનજીભાઇને વાત કરતાં તે નાણાં રોકવા અને ભાગીદાર થવા તૈયાર થઇ ગયા હતાં. ત્યારબાદ જેવીન અને કાંતિભાઇના પુત્ર જીતેશે ભાગીદારીમાં ડ્રાયફ્રુટની પેઢી શરૃ કરી અને સ્ટાર પ્લાઝામાં બે ઓફિસમાં ધંધો શરૃ કર્યો હતો.

ધંધો જામી જતાં પછી કાંતિભાઇ અને જીતેશની પત્ની રાધાબેનને પણ નોકરીએ રાખી લીધા હતાં એટલું જ નહીં કાંતિભાઇના મુંબઇ રહેતો પુત્ર હિતેષ પણ અવારનવાર માલ લઇ જઇ ધંધામાં મદદ કરતો, બદલામાં તેને કમિશન ચુકવતા હતાં. ધંધો જામી ગયા બાદ જેવીન અને તેના પિતાએ સગાસંબંધીઓ પાસેથી રૃા. ૭૦ લાખ ઉછીના લઇ અને પોતાના રૃા. ૧૦ લાખ મળી વધુ રૃા. ૮૦ લાખનું પેઢીમાં રોકાણ કર્યુ હતું.

આ દરમિયાન ગયા વર્ષે એપ્રિલ માસમાં જેવીનની એલએલબી સેમેસ્ટર-૨ની પરીક્ષા હોવાથી દસેક દિવસ રજા રાખી પેઢીએ જવાનું બંધ કરી દીધુ હતું. પરીક્ષા પુરી થયા બાદ પેઢીએ ગયા તો ત્યાં તાળા લટકેલા જોઇ ચોંકી ગયો હતો. આસપાસના વેપારીઓએ ચારેક દિવસથી પેઢી બંધ હોવાનું કહ્યું હતું જેથી કાંતિભાઇના મકાને આર્યનગરમાં તપાસ કરતાં ત્યાંથી પણ પરિવાર સાથે સામાન લઇ જતાં રહ્યાનું જાણવા મળતાં તેમના સગા-સંબંધીઓ વગેરેને ત્યાં તપાસ કરી પરંતુ કયાંયથી પત્તો નહીં લાગતા અંતે ગતરાત્રે પ્ર.નગર પોલીસમાં જીતેશ, કાંતિભાઇ, રાધાબેન અને હિતેષ વિરૃદ્ધ રૃા. ૮૦ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધ આદરી છે.

English summary
business partner betrayal to other, cheated by 80 lac rupee in Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X