For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇના ગુજરાતીએ કર્યું સોમનાથ મંદિરમાં 11 કરોડના સોનાનું દાન

|
Google Oneindia Gujarati News

somnath-temple
અમદાવાદ, 28 ડિસેમ્બરઃ ગુજરાતના દરિયાકાંઠે આવેલા ઐતિહાસિક સોમનાથ મંદિર ખાતે મુંબઇ સ્થિત વ્યાપારી પરિવારે 11 કરોડનું 30 કિલો સોનાની પ્લેટ્સ દાન કરી છે. સોનું દાન કરનાર વ્યાપારી દિલિપ લાખી તેના ચાર ભાઇ અને પરિવારા સાથે સોમનાથ મંદિરે આવ્યા હતા.

સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પી કે લહેરીએ કહ્યું છે કે ત્રણ મહિના પહેલા જ્યારે લાખીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે નોંધ્યું હતું કે અહીં જે જ્યોતિર્લિંગ છે તે ચાંદીની પ્લેટ્સનું છે, તેથી તેમણે સોનાની પ્લેટ્સ દાન કરવાનું વિચાર્યું. આ હેવી પ્લેટ્સ દિલ્હીથી સોમનાથ મંદિરે ટ્રેન દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવી હતી.

પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કહ્યું કે, આ પ્રકારના દાનથી આ ધાર્મિક સ્થળનું મહત્વ ઘણું વધ્યું છે અને તે માત્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત નથી પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે છે.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય ઐતિહાસીક મંદિર આવેલું છે. ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદીરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લીંગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. ડીસેમ્બર ૧, ૧૯૯૫નાં દિવસે આ મંદીરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદીર સમર્પિત કર્યું. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદીરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદીરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મૂખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

English summary
A Mumbai based business family has donated a gold platter weighing about 30 kg and worth around Rs 11 crore to the historical Somnath temple of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X