• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું 'થાકેલી' કોંગ્રેસ મોદીને ગુજરાતમાં રોકી શકશે?

|

આગામી બે મહિનામાં મોટી ચૂંટણી આવી રહી છે અને વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં ભારતીય રાજકારણનો એક અલગ આકાર જોવા મળશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું કોંગ્રેસ નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બનતા અટકાવી શકશે, ખરા?

ચૂંટણીની તારીખ કોંગ્રેસ માટે અનુકુળ નથી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે જે તારીખો જાહેર કરવામાં આવી છે તે કોંગ્રેસને અનુકળ આવે તેમ નથી. જ્યારેપણ કોંગ્રેસ મોદી વિરુદ્ધ સત્તા વિરોધી વલણ અખ્તિયાર કરીને તેમને ઘેરવાનો પ્રયત્ન કરે છે ત્યારે કોંગ્રેસ જ પોતાના જાળમાં ફસાઇ જાય છે અને એ મુદ્દો કેન્દ્રની યુપીએ વિરુદ્ધના સત્તા વિરોધી વલણમાં પરિવર્તિત થઇ જાય છે. કોંગ્રેસ એ વાત જાણે છે કે હાલના સમયમાં મોદી સાશિત ગુજરાતમાં ગાંધીનગરની ગાદી સુધી પહોંચવું તેમના માટે ઘણું કપરું છે.

ગુજરાતમાં ફરી પકડ જમાવવામાં કોંગ્રેસ નિષ્ફળ

ઉત્તર પ્રદેશમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસે ફરી પોતાની પકડ જમાવવા માટે છેક ગ્રાઉન્ડ લેવલથી કામ હાથમાં ઉપાડ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં પક્ષને મજબૂત બનાવવા માટે કવાયદ હાથ ધરી હતી પરંતુ તે પોતાનો જાદૂ લાંબો સમય સુધી યથાવત રાખી શક્યા નથી.

મોદીના જાદૂ સામે કોંગ્રેસ વામણી

ગુજરાતમાં મોદીનો જે વ્યક્તિગત જાદૂ છવાયેલો છે તેની સામે પણ કોંગ્રેસ વામણી જણાઇ રહી છે. મોદીની વ્યક્તિગત છબી એકે તજજ્ઞોનું કહેવું છે કે, સંઘ દ્વારા વ્યક્તિગત રાજકારણ કરતા સંગઠિત અને કેડર બેઝ્ડ રાજકારણને વઘારે મહત્વ આપવામાં આવે છે જ્યારે ભાજપ અને સંઘમાં મોદી અસાઘારણ વ્યક્તિ છે, જે સંઘ માટે સ્વિકાર્ય નથી પરંતુ હાલ મોદીના વ્યક્તિગત રાજકારણનો સંઘ બહુ વિરોધ કરી શકે નહીં કારણ કે જો તે આમ કરશે તો એવો સંદેશો વહેશે કે સંઘ હિન્દુત્વ, વિકાસ મોડલનો વિરોધ કરી રહ્યું છે અને તે તેની માટે મૃત્યુઘંટ સમાન સાબિત થઇ શકે છે.

મોદીની લાંબી સત્તા પાછળ તેમનું ડાઇનેમિક રાજકારણ

ગુજરાતના મુખ્યમંત્રી એ વાત સુનિશ્ચિત કરી લીધી છે કે હવે તેઓ સંઘ પરિવાર પર આધારિત રહેવાની જરૂર નથી. મોદી એ પણ સુનિશ્ચિત કરી લીધું છે કે તેમને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે અને લોકો સાથે જોડાયા રહીને પોતાનું પલડું ભારે કર્યું છે. ગુજરાતી ઓળખ ઉભી કરવામાં તેમને અદભૂત સફળતાં મળી છે અને આ ક્રેડિટ એ ટીકાકારોના કારણે પણ છે કે જેઓ મોદી વિરુદ્ધ 2002ના રમખાણને મુદ્દો બનાવી રહ્યાં હતા.

લોકોને સમજવાની સૂઝ મોદી માટે મોટો ફાયદો

રાજકારણમાં લોકોને સમજવાની સૂઝ હોવી ખુબ જરૂરી છે અને મોદીની લોકોમાં જે છબી એક 'ઉત્કૃષ્ઠ વહિવટદાર અને નેતા'ની છે જે તેમને ઘણી મદદરૂપ થઇ રહી છે. હાલના ભારતમાં મધ્યમ વર્ગીય લોકોમાં સૌથી મોટો આંક હિન્દુઓનો છે, જેઓ ધાર્મિક ઉગ્રતાવાદ અને કોંગ્રેસના ભ્રષ્ટ નેતાઓથી ઘેરાયેલા હતા જેમણે મોદીમાં એક એવી પ્રતિભા જોઇ જે તમને તેમના તમામ વિરોધી સામે લડવામાં પ્રોત્સાહિત કરે છે. અને જો ઇકોનોમિક ગ્રોથ અને એકહથ્થું શાસનની વાત કરવામાં આવે તો તે સરમુખ્ત્યારશાહી છે કે નથી તે પછીની વાત છે, પરંતુ હાલના સમયે મોદી એવા રાજકારણી નથી કે જે હલકી લોકપ્રિયતામાં માનતા અન્ય રાજકારણીઓ જેવા નથી.

મોદીએ લાવી છે વિકાસ સાથેની સ્થિરતા

મોદીએ માત્ર રાજ્યને સ્થિરતા બક્ષી નથી, પરંતુ વિકાસ પણ કર્યો છે. લાંબા સમયસુધી સત્તા પર રહેવાથી વિકાસ થાય તેવું નથી, તમે પશ્ચિમ બંગાળનો દાખલો લઇ લો, ત્યાં 34 વર્ષ સુધી કોમ્યુનિસ્ટ્સ સાશન હતું પરંતુ રાજ્ય વિકાસથી દૂર હતો, જ્યારે ગુજરાતે વિકાસ સાઘ્યો છે. પોતાના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન મોદીએ ગુજરાતમાં વિકાસ કર્યો છે. ભલમનસાઇ શબ્દ મોદીના પુસ્તકમાં નથી. પાંચ વર્ષ પહેલા એક ટીવી ચેનલને આપેલા ઇન્ટર્વ્યુંમાં મોદી કહ્યું હતું કે એક આશાવાદી નેતાએ ક્યારેય પોતાના કામનો પાયો છોડવો જોઇએ નહીં.

હવે આપણે કોંગ્રેસની સ્થિતિ જોઇએ તો, સ્વાભાવિક છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મેચ થતી નથી. નરેન્દ્ર મોદી દિલ્હીના રાજકારણમાં નહીં હોવા છતાં પણ દેશના મોટાભાગના લોકોનું એવું માનવું છે કે મોદી પ્રધાનમંત્રી પદના યોગ્ય ઉમેદવાર છે. કોઇપણ વ્યક્તિ ત્રીજી વખત મનમોહન સિંહને કે પછી રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદે જોવા ઇચ્છતી નથી. જે દર્શાવે છે કે કોંગ્રેસે કેવો વિશ્વાસ ગુમાવ્યો છે. જ્યારે સોનિયા ગાંધીએ જ્યારે બુધવારે ગુજરાતની ચૂંટણી માટે જે પ્રચાર ઝુંબેશ શરૂ કરી તેમાં એ વાત સ્પષ્ટ જણાતી હતી કે તે ઉદ્દેશ વગરની હતી.

1960થી 1995 દરમિયાન ગુજરાતની સત્તા પર કોંગ્રેસ હતી પંરતુ માધવ સિંહ સોલંકીને બાદ કરતા એકપણ પોતાની ટર્મ પુરી કરી શક્યું નહોતું. જ્યારે સોનિયા ગાંધીએ બુધવારે કહ્યું કે ગુજરાતમાં જે કંઇ વિકાસ થયો છે કોંગ્રેસના કારણે થયો છે. જે મુદ્દા બહારની વાત છે. લોકો કોંગ્રેસનું મુલ્યાકંન ભૂતકાળ સાથે નહીં પરંતુ હાલના રાજ્ય સાથે કરી રહ્યાં છે. જે હાલ તેમનાથી ઘણું દૂર છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે યુપીએ સરકાર દ્વારા એફડીઆઇ અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખેડુતોને મદદ કરશે પરંતુ આ મુદ્દે તેઓ મતદારોના મનને બદલી શકશે નહીં. અત્યારે લોકો માટે સૌથી મોટો મુદ્દો એફડીઆઇ કરતા ભ્રષ્ટાચારનો છે. અને મોદી સરકાર ક્યાંય પણ ભ્રષ્ટાચારમાં સંડોવાઇ નથી. કદાચ ભ્રષ્ટાચારનો મુદ્દો યુપી અને બિહારમાં કામ કરી જાય પરંતુ ગુજરાતમાં આ મુદ્દો કામ કરે તેમ નથી.

કોંગ્રેસ અધ્યક્ષા દ્વારા રાજકોટ પસંદ કરવા પાછળનું એક કારણ એ પણ છે કે ત્યાં પટેલોનું પ્રભુત્વ વધારે છે અને કેશુભાઇ પટેલ હાલ મોદી વિરોધી પ્રચાર કરી રહ્યાં છે અને તેમણે મોદીને પછાડવા માટે પોતાની પાર્ટી પણ લોન્ચ કરી છે. જેના કારણે કોંગ્રેસને ફાયદો થાય. બીજુ સોનિયા રાજકોટમાં સૌરાષ્ટ્રના ખેડુતોનો મુદ્દો ઉછાળીને મોદી સરકારને હાંસિયામાં ધકેલવાનો છે. ઉપરાંત મોદીની જેમ કોંગ્રેસ દ્વારા પણ રેલી યોજવામા આવશે.

મોદીના પ્રહારોનો જવાબ દેવામાં કોંગ્રેસ અશક્ત

કોંગ્રેસની સમસ્યા એ છે કે તેની પાસે ગુજરાતમા એવો કોઇ નેતા નથી કે જે મોદી દ્વારા કરવામા આવેલા પ્રહારોનો સશક્ત રીતે જવાબ આપી શકે. 2002ની ચૂંટણીમાં કોંગ્રેસ રમખાણો અને હિન્દુત્વવાદી વિચારધારાને મુદ્દો બનાવી ભાજપને હરાવવા માંગતુ હતું પરંતુ કોંગ્રેસનો રકાસ થયો, ત્યારબાદ પાંચ વર્ષ પછી કોંગ્રેસે મોદીની 'મોતના સોદાગર' ગણાવ્યા જે દાવ પણ કોંગ્રેસનો ઉલ્ટો પડ્યો અને મોદીનો શાનદાર વિજય થયો હતો.

કોંગ્રેસ દ્વારા ભાજપ સામે કોમી રમખાણને મુદ્દો બનાવીને ચૂંટણી લડવાનો વિચાર કોંગ્રેસને મુર્ખતા ભર્યો હતો. 2002માં કાશ્મિરમાં આતંકવાદીઓના હુમલાને અવગણવાનું કોંગ્રેસને 2007માં ભારે પડ્યું હતું. મોદીએ સફળતાંપૂર્વક અફઝલ ગુરુ અને સૌહરાબુદ્દિનના કેસ થકી કોંગ્રેસ પર પ્રહારો કર્યાં હતા.

ગુજરાતમાં કોંગ્રેસ પાસે કોઇ ચહેરો નથી

ગુજરાતમાં નરેન્દ્ર મોદીને પડકાર આપી શકે તેવો ચહેરો કોંગ્રેસ પાસે નથી. ગુજરાતમાં અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો નક્કી થઇ ગઇ છે, પરંતું કોંગ્રેસ પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારોના નામ જાહેર કરી શક્યું નથી. નામ મોડું જાહેર કરવાનો નિર્ણય તેમને વધુ નબળા પાડે છે. કોંગ્રેસ પાસે ખરા અર્થમાં સશ્કત નેતાની ઉણપ છે. 2004માં પણ લોકસભાની ચૂંટણી વખતે તેમની પાસે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નહોતા તેમણે સોનિયા ગાંધીને ચહેરો આગળ કર્યો હતો. આજે ભારતની તમામ ચૂંટણીની વાત કરો તો કોંગ્રેસ પાસે કોઇ નેતા નથી.

ગુજરાતને કોંગ્રેસે ગુમાવી દીધું છે

સોનિયા ગાંધી પણ જાણે છે કે ગુજરાતમાં તેઓ હારેલા છે અને એ કોઇ મુદ્દો નથી બનતો કે 20 ડિસેમ્બરે પાર્ટીના નેતા અણધાર્યા પરિણામની આશા સેવી રહ્યાં છે, તેમાં કોઇ વાત નથી પરંતુ આ કોંગ્રેસનું આશાસ્પદ વિચારનો ભાગ છે. એ વાત સાચી છે કે, 2002 અને 2007ની સરખામણીએ મોદી માટે હાલનો સમય કપરો છે, અને એ પણ કેટલાક તેમના વિરોધીઓ દ્વારા ઉઠાવવામા આવેલા અવાજના કારણે. શું મોદી આ વિરોધીઓની વચ્ચે પોતાના વ્યક્તિગત નેતૃત્વને ચાલુ રાખી શકશે? તેમના બાહ્ય વિરોધીઓએ તેમને પડકાર ફેંકવાનો ચાર્મ ગુમાવ્યો છે.

English summary
The big election is due in another two months and it is believed that it will shape the course of Indian politics in the near future. But the question is: Has the Congress any chance at all to dash Narendra Modi's chance of making it three in a row?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more